HomeGujaratSaurashtra Kutchhમોરબી: પીપળીયા ચાર રસ્તા નજીક બંધ ટ્રકમાંથી ડ્રાઇવરની હત્યા કરાયેલ લાશ મળી...

મોરબી: પીપળીયા ચાર રસ્તા નજીક બંધ ટ્રકમાંથી ડ્રાઇવરની હત્યા કરાયેલ લાશ મળી ક્લીનર પર શંકા

મોરબી નવલખી તેમજ જામનગર અમદાવાદ હાઇવેને જોડતા પીપળીયા ચાર રસ્તા નજીકથી ગુરુવારે સવારે એક ટ્રકની કેબિનમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં માળિયા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ માળીયા સિવિલમાં પીએમ અર્થે મોકલ્યો હતો.બનાવ અંગે માળીયા પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડ્રાઇવર અને ક્લીનર વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થયા બાદ ક્લીનરે ડ્રાઇવરને પતાવી દીધો હતો.જોકે આ અંગે પોલીસ દ્વારા સતાવર જાહેરાત કરાઈ ન હતી.

મોરબી નવલખી રોડ પર આવેલ પીપળીયા ચાર રસ્તા નજીક ગુરુવારે સવારે એક ટ્રકની કેબીનમાંથી એક અજાણ્યા પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી ઘટના અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા માળિયા પોલીસની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઇ હતી. પોલીસના ઘટના સ્થળે પહોચ્યા બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ લેરાજી ચમનજી ઠાકોર રહે બનાસકાંઠાના હોવાનું સામે આવ્યું હતું. પીએમ બાદ મૃતકની હત્યા થઈ હોવાનું સામે આવ્યુ હતું બનાવ અંગે માળિયા પોલીસે ટ્રકના ક્લીનર દિનેશ વરસંગ રજપૂત વિરુદ્ધ હત્યાની આશંકા આધરે ગુન્હો નોધી તઆગળની કાર્યવાહી હાથ ધરી હતી આરોપી પોલીસના હાથવેતમાં હોવાની પણ વાત સામે આવી રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW