HomeGujaratઉત્તર ભારત જતી 3 ટ્રેન હવે સાબરમતીથી ઉપડશે, જાણો આ નવો રૂટ

ઉત્તર ભારત જતી 3 ટ્રેન હવે સાબરમતીથી ઉપડશે, જાણો આ નવો રૂટ

અમદાવાદથી આગ્રા કેન્ટ, ગ્વાલિયર અને મુઝફ્ફરપુર જતી ટ્રેનો હવે અમદાવાદને બદલે સાબરમતી (ધર્મનગર) રેલવે સ્ટેશનેથી દોડાવવામાં આવશે. તા.11 જુલાઇથી જ આ ટ્રેનો સાબરમતીથી દોડશે. ઉપરાંત જુલાઇ માસ દરમિયાન ટ્રેક ડબલિંગના કારણોસર કેટલીક ટ્રેનો રદ રહેશે, કેટલીક પરિવર્તિત રૂટેથી દોડશે.

વાયા પાલનપુર: પાલનપુર-સામાખ્યાલી સેક્શનમાં વારાહી, વાઘપુરા, છાણસરા રેલવે સ્ટેશન પર ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું હોવાથી તા.5 જુલાઇની ટ્રેન નં. 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે, તા.૬ જુલાઇની ટ્રેન નં. 22483 જોધપુર-ગાંધીધામ રદ રહેશે. જ્યારે તા.7 જુલાઇની ટ્રેન નં. 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ વાયા સામાખ્યાલી, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, પાલનપુર થઇને દોડાવાશે. ટ્રેન નં. ૧૪૩૨૧ બરેલી-ભુજ એક્સપ્રેસ પાલનપુર, મહેસાણા, વિરમગામ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી થઇને પરિવર્તિત રૂટેથી દોડાવાશે.

પૂર્વી તટ રેલવે પર સંબલપુર વિભાગમાં ટ્રેક ડબલિંગનું કામ હોવાથી 6 ટ્રેનોને પરિવર્તિત માર્ગેથી દોડાવાશે, જેમાં તા.6 જુલાઇથી તા.18 જુલાઇ દરમિયાન અમદાવાદ-પુરી-અમદાવાદ, ગાંધીધામ-પુરી-ગાંધીધામ, અજમેર-પુરી- અજમેર એક્સપ્રેસ ટ્રેન આ દિવસોમાં પરિવર્તિત માર્ગેથી દોડશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW