મોરબી સહીત રાજ્યભરમાં ખેડૂતોજે મળતી વીજળી સમાન દરે આપવામાં આવે તેવી લાંબા સમયથી માંગણી થઈ રહી છે આ મુદે કિસાન સંઘ પણ અવાર નવાર રાજ્ય સરકારમાં સીએમ અને ઉર્જા મંત્રી તેમજ વીજ કંપનીઓને લેખિત રજૂઆત કરી છે જોકે આ અંગે સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ ન મળતો હોવાથી હવે કિસાન સંઘે સરકાર અને વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે મોરબીમાં કલેકટર કચેરી ખાતે આજે મોરબી કિસાન સંઘના પ્રમુખ જીલેશભાઈ ઝાલરીયા તેમજ તાલુકા સંગઠનના હોદેદારો અને કાર્યકરો એ ધરણા કર્યા હતા અને સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી મીટર આધારિત અને બીજી હોર્સ પાવર આધારિત એમ બે પ્રકારે વીજળી આપવામાં આવે છે ખેડૂતોને પોસતી ન હોવાથી પાવર દીઠ અને વિરોધ પ્રદર્શન કરી પોતાની માંગણી દોહરાવી હતી તેમજ આ બાબતે કલેકટરને આવેદનપત્ર આપી સરકાર દ્વારા તેમની માગણી વહેલી તકે સ્વીકારી ખેડૂતના હિતમાં નિર્ણય લે તેવી રજૂઆત કરી હતી

