ગુજરાત રાજય એસ.ટી.નિગમ પણ બદલાતા જમાના સાથે કદમ મિલાવી રહ્યું છે અને હવે એસટીની પ્રિમિયમ બસસર્વિસ પણ ડિજીટલ બની ગઈ છે. અને એસ.ટી.ની વોલ્વો તથા એ.સી. મશિન મારફતે કેબિટ કેડિટકાર્ડ અથવા કયું. આર કોડ વડે ભાડાની ચૂકવણી કરી ટિકીટ મેળવી મુસાફરી કરી શકશે.રાજકોટ એસ.ટી.વિભાગ દ્વારા પણ પ્રિમિયમ બસ સર્વિસમાં ડિજીટીલ સુવિધાનો પ્રારંભ કરી દેવાયો છે. અને રાજકોટ એસટી વિભાગને હાલમાં જ 50 જેટલા પીએએસ મશિનોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. તેવું રાજકોટ વિભાગીયનિયામક શ્રી કલોતરાએ જણાવેલ હતું.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જીએસઆરટીસી ની વાત કરીએ તો વર્ષ 2008માં ઓનલાઈન પેસેન્જેર રીજર્વેશન સીસ્ટમ કાર્યરત કરવામાં આવી અને વર્ષ 2013 માં વેબસાઈટ તથા વર્ષ 2019મા આઈઓએસ અને એન્ડ્રોઇડએપ્લિકેશનલોન્ચ કરવામાં આવી છે જેના થકી ફોન બુકિંગ, બુકિંગમાં ફેરફાર, લીંક સર્વિસ, વેઈટીંગ લીસ્ટ અને ઈ- વોલેટ જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, દ્વારા જણાવ્યાનુસાર વર્ષ 2020માં સેવા સેતુ પોર્ટલ પર મુસાફર પાસ, ઓનલાઈન ટિકિટની સુવિધા પણ કાર્યરત કરવામાં આવી છે જેના પરિણામે વર્ષ 2021 ના દિવાળી તહેવારોદરમિયાન એક જ દિવસમાં સમગ્ર દેશના જઝઞ માંથી ગુજરાત એસ.ટી નિગમમાં સૌથી વધુ 94,539 ટીકીટનું બુકિંગ થયું.
જે ટીકીટ થકી નિગમને એક જ દિવસમાં રૂ. 1,80,17,923 ની થઇ હતી. જેમાં મોબાઇલ એપ્લીકેશન થકી એક જ દિવસમાં સૌથી વધારે 21,868 ટીકીટોનું બુકિંગ થયું હતું. વર્ષ 2021 સતત 37દિવસ સુધી દરરોજ રૂ. 1 (એક) કરોડથી વધારે નું ઓનલાઈન બુકિંગ થયું અને એસ.ટી. નિગમ દ્વારા હાલમાં જ પ્રાયોગિક ધોરણે 65 પ્રિમિયમ બસમાં સ્વાઈપ મશીન થકી પ્રવાસીઓને ટિકિટ ઈશ્યુ કરવામાં આવી રહી છે. જેમાં પ્રવાસી પોતાના ડેબિટ, ક્રેડિટ કાર્ડ અથવા ચછ કોડ વડે ઙઘજ મશીનથી ટિકિટ મેળવી શકશે.

