HomeGujaratઈંગલેન્ડમાં ઋષભ પંતનું રોલર, જડી તોફાની સેન્ચ્યુરી

ઈંગલેન્ડમાં ઋષભ પંતનું રોલર, જડી તોફાની સેન્ચ્યુરી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલા 5મી ટેસ્ટનો પહેલો દિવસ ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ ગુમાવીને 338 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન ઋષભ પંતે બનાવ્યા તેને 146 રનની શાનદાર ઈનિંગ રમી. ટોસ હારીને પહેલી બેટિંગ કરતા ભારતે 98 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ પંત અને જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી. આ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી ભાગીદારી છે.

પંતે 89 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સેન્ચુરી ફટકારી, આ તેની કેરિયરની 5મી ટેસ્ટ સેન્ચુરી છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ આ ફોર્મેટમાં તેને ત્રીજી સેન્ચુરી ફટકારી છે. તો રવિન્દ્ર જાડેજાએ કેરિયરની 18મી હાફ સેન્ચુરી ફટકારી છે.

ભારતીય ઈનિગની શરૂઆત સારી રહી ન હતી અને 98 રનના સ્કોરે અડધી ટીમ પેવેલિયન પરત ફરી. ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેન ફેલ રહ્યાં. ઓપનર શુભમન ગિલ 17 અને ચેતેશ્વર પુજારા 13 રન બનાવીને જેમ્સ એન્ડરસનને વિકેટ આપી હતી. હનુમા વિહારી 20, વિરાટ કોહલી 11 અને શ્રેયસ અય્યર 15 રન બનાવીને આઉટ થઈ ગયા.

પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટની પહેલી ઈનિંગમાં વિરાટના બેટમાંથી 19 બોલમાં માત્ર 11 રન નીકળ્યા. તે મેથ્યૂ પોટ્સના બોલમાં બોલ્ડ થઈ ગયો. વિરાટ ઓફ સ્ટમ્પની બહાર જતી બોલને રમવા માગતો હતો, પરંતુ બોલ બેટ કોર પર લાગ્યો અને સ્ટમ્પમાં વાગ્યો. કોહલી 71મી સેન્ચુરી ક્યારે મારશે તેની રાહ તેના ફેન્સ પણ જોઈ રહ્યાં છે. કોહલીએ છેલ્લી સેન્ચુરી 23 નવેમ્બર 2019નાં રોજ ફટકારી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW