ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય રીતે સંગઠન મજબૂત કરી રહી છે ત્યારે મોરબી જિલ્લા સંગઠનમાં યુવા ચેહરો અને ખ્યાતનામ સંજયભાઈ ભટાસણાને ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.સતત પ્રજાના જમીની સવાલો સાથે બાથભિડતા યુવા આગેવાનને ઉપાધ્યક્ષ તરીકે નિમણુક મળતા શુભેચ્છા પાઠવી હતી
સંજયભાઈ ભટાસણા ધણા વર્ષોથી આ ફિલ્ડ ક્ષેત્રે જોડાયેલા છે અને તેમને 66- ટંકારા-પડધરી વિધાનસભા ના પ્રભારી તરીકે ખુબજ સરાહનીય કામગીરી તેમજ દરેક સમાજના પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન માટે કાયમી કામ કરતા સંજયભાઈ એ વધુ મજબુત તાઈ થી જનતા ના પ્રશ્નો ની વાચા આપતાં આવ્યા છે આ તકે મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા , ગોપાલ ઈટાલિયા, ઈશુંદાન ગઢવી તેમજ અજીતભાઈ લોખીલ તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ના નેતા અને કાર્યકરો નો તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.


