HomeGujaratગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદથી વાતાવરણમાં પલટો, ખેડૂતો ખુશ

ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદથી વાતાવરણમાં પલટો, ખેડૂતો ખુશ

રાજ્યભરમાં મોસમનો વરસાદ શરૂ થઇ ગયો છે. સૌરાષ્ટ્રને ભીંજવ્યા બાદ મેઘસવારી રવિવારે અમદાવાદ પહોંચી હતી. અમદાવાદીઓ ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. રવિવારે અમદાવાદમાં પણ મેઘો મહેરબાન થયો હતો. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં પણ અમદાવાદમાં તાપમાનનો પારો વધી રહ્યો હતો. બફારા અને ગરમીને કારણે પરેશાન પ્રજાને ટાઢકનો અહેસાસ થયો હતો. શહેરીજનો છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ગયા હતાં. વરસાદ થતા શહેરીજનો હરખાયા હતા. યુવાનોએ વરસાદમાં પલળવાની મજા માણી છે.

વૃક્ષો ધરાશાયી: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં રવિવાર સાંજથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરમાં હળવાથી ભારે વરસાદ થશે તેવું હવામાન ખાતું કહે છે. ગાજવીજ સાથે વરસાદ અને પવન પણ જોવા મળી રહ્યો છે. સાંજના છ વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરનું હવામાન પલટાયું હતું. પછી એકાએક વરસાદ થયો હતો. શહેરના સેટેલાઇટ, બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ, મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે, સનાથલ, શાંતિપુરા, બાકરોલ, વિસલપુર સહિતના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

શહેરમાં 30 મિનિટમાં 15 જેટલા વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા છે. વસ્ત્રાપુર ફાટક પાસે એક મોટું ઝાડ ધરાશાયી થયું છે. ઉપરાંત બોડકદેવમાં પણ બે વૃક્ષો ધરાશાયી થયા હતા. વરસાદને પગલે શહેરમાં ઘણી જગ્યાએ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે અનેક એવા મેઈન રોડ પર પાણી ભરાઈ ગયા હતા.

આગાહી: આગાહી મુજબ, રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં પણ રવિવારે બપોરે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર પછી 4 વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં ભારે પવન અને વીજળીના પ્રચંડ ગડગડાહટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.શિવધારામાં છત પડવાનો બનાવ બન્યો હતો. જ્યારે અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW