HomeGujaratઇન્દીરાનગર, મહેન્દ્રનગર,ઘુંટુ પ્રાથમિક શાળામાં 207, આંગણવાડીઓમાં 89 બાળકોને પ્રવેશ

ઇન્દીરાનગર, મહેન્દ્રનગર,ઘુંટુ પ્રાથમિક શાળામાં 207, આંગણવાડીઓમાં 89 બાળકોને પ્રવેશ

  વિદ્યાના વધામણાં તેમજ માતા સરસ્વતીના મંદિર એવા શાળામાં ભૂલકાઓને વધાવીને પ્રવેશ અપાવવાનો અનેરો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી તાલુકાના ઇન્દીરાનગર, મહેન્દ્રનગર તેમજ ઘુંટુ પ્રાથમિક શાળામાં બાળકોને વ્હાલભેર શાળામાં પ્રવેશ કરાવી કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરી હતી.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની આ ઉજવણીમાં ઇન્દીરાનગર પ્રાથમિક શાળામાં 83  બાળકોને આંગણવાડીમાં 16  બાળકો,  મહેન્દ્રનગર પ્રાથમિક શાળામાં 39 બાળકો અને આંગણવાડીમાં 33 બાળકો, ઘુંટુ પ્રાથમિક શાળામાં 85 બાળકો અને આંગણવાડીમાં 40 બાળકો મળી પ્રાથમિક શાળામાં કુલ 207 તેમજ આંગણવાડીમાં 89 વિદ્યાર્થીઓને આ તકે પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ તકે મહાનુભાવોએ પ્રવેશપાત્ર બાળકોને સ્કુલ બેગ તેમજ શિક્ષણ કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો તેમજ ગત વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન દાખવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાઓના દાતાશ્રીઓને પણ આ તકે મહાનુભાવોએ નવાજ્યા હતા.

  આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વર્ષ 2002 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાના વિસ્તાર તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના પ્રયાસથી આ ક્રાંતિકારી પહેલ કરી હતી અને હાલ ગુજરાત સરકારે આ વણથંભી યાત્રા અવિરત પણે ચાલુ રાખી છે. શિક્ષણ વિના જીવન અધુરુ છે તથા કન્યા કેળવણી પણ એટલી જ જરૂરી છે તેવું જણાવી , દીકરી  તુલસીનો ક્યારો છે, શાળા અને ઘરમાં અપાતા સંસ્કારને સુવાસિત કરીને દીકરી બે ઘર તારે છે તેવું ઉમેર્યુ હતુ.

નામાંકન એ શરૂઆત છે તેવું જણાવી, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓને સંબોધીને જણાવ્યું હતું કે, આ બાળકોની હાજરી શાળાઓમાં અવિરત રહે તેવા શિક્ષકો પ્રયાસ કરે અને તેમની અભિરૂચીને કેળવે. ઉપરાંત બાળકો નિયમિત શાળાએ જાય તેનું ખાસ ધ્યાન રાખવા બાળકોના માતા-પિતાને પણ અપીલ કરી હતી. બાળકોમાં રહેલા કૌવત અને સુષુપ્ત કૌશલ્યને ઓળખીને તેને પોષતું રહેવા પણ તેઓએ  શિક્ષકોને જણાવ્યું હતું. વધુમાં શાળારૂપી ઉદ્યાનમાં આ મધમધતા બાળકુસુમોને હંમેશા મહેકતા રાખવા પણ જણાવ્યું હતું. ગુજરાતના ગામડા ખૂંદી ને સરકાર દ્વારા બાળકો ભણે આગળ વધી તેમની કારકિર્દી બનાવે તેના જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવતા બાળકો તેમ વધુમાં જણાવ્યું હતું.

               જિલ્લા કલેકટર જે.બી.પટેલે પણ ગામડાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને બાળકો શિક્ષિત બની ઉત્તમ ભાવિ નાગરિકો બને તે તરફના સહિયારા પ્રયાસ કરવા ગ્રામજનોને અપીલ કરી હતી

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી તેમજ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા, અરવિંદભાઈ વાંસદડિયા, રાજાભાઈ પરમાર, જયેશભાઈ કાલરીયા, ભાવેશભાઈ પરમાર, સુરેશભાઈ શિહોરા, ભાવનાબેન શેરસીયા, જયંતીભાઈ શેરસીયા, મનસુખભાઈ આદ્રોજા તેમજ વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, શાળાના આચાર્યઓ, શિક્ષકો, વાલીગણ, ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW