HomeGujaratઆગામી 5 દિવસ ભારે વસાદના એંધાણ, નવી સિસ્ટમ એક્ટિવ

આગામી 5 દિવસ ભારે વસાદના એંધાણ, નવી સિસ્ટમ એક્ટિવ

અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. પોરબંદર અને વડોદરા વચ્ચે ઉભુ રહી ગયેલું નૈઋત્યનું ચોમાસું હજુ આગળ વધતું નથી પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી નવી સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને ગુજરાતમાં આણંદ, ખેડા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અમુક સ્થળે ભારે વરસાદની શક્યતા છે.જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થશે.

ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતથી કર્ણાટકની દરિયાઈ પટ્ટીમાં આજે સવારે ઓફશોર ટ્રફ જોવા મળ્યું છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં ઇસ્ટ સેન્ટ્રલ દિશામાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. તેના કારણે મહારાષ્ટ્રના દરિયામા જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડી તરફથી સાઉથ વેસ્ટરલી પવન ફુકાઈ રહ્યા છે અને તેના કારણે સારા વરસાદની સંભાવના વધુ એક વખત પ્રબળ બની છે.

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી આ સિસ્ટમના કારણે ગુજરાત ઉપરાંત કેરલ કર્ણાટક ગોવા કોકણ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા ઊભી થઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW