HomeGujaratમોરબીના ઉંચી માંડલ નજીક બધુક અણીએ કરનાર બન્ને શખ્સની ધરપકડ રોકડ 10...

મોરબીના ઉંચી માંડલ નજીક બધુક અણીએ કરનાર બન્ને શખ્સની ધરપકડ રોકડ 10 હજાર,બાઈક જપ્ત

મોરબી હળવદ રોડ પર આવેલ ઉચી માંડલ ગામમાં આવેલ સીટી મોબાઈલ નામની દુકાનમાં બે શખ્સ આવી બંધુકની અણીએ રૂ ૨૫ હજારની લુટ ચલાવી હતી ઘટનામાં દુકાનદારની ફરિયાદ આધારે મોરબી એલસીબી એસઓજી તેમજ તાલુકા પોલીસની ટીમે અલગ અલગ દિશામાં તપાસ કરી હતી દરમિયાન ઘટનાના સીસીટીવી તપાસ કરતા આરોપીઓ જે બાઈક લઈને આવ્યા હતા તે એક અવાવરું જગ્યાએથી મળી આવ્યું હતું તેમજ આરોપીઓ ગામ પાસે આવેલ સીમ વિસ્તારના ઝાડી જાખરીમાં છુપાઈ ગયા હતા જે બાદ પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી મધ્ય પ્રદેશના નીમચ જિલ્લાના અરુણ ચંદ્રકાંત ચંડેલ તેમજ પ્રકાશ દાલચંદ ભીલને ઝડપી લીધા હતા આરોપીઓએ લુટની ઘટનાને અંજામ આપવા અગાઉથી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું અને તેના માટે મોરબી શહેરના કુબેર ચોકડી પાસે આવેલ ગેરેજ સામે પાર્ક કરેલ જીજે 36 કયું 1048 નંબરનું એક બાઈક ચોરી લીધું હતું બાદમાં તે બાઈક લઇ આ વિસ્અતારમાં રેકી કરી હતી તકનો લાભ લઇ લુટની ઘટનાને અંજામ આપ્યો હતો અને લુટ કરી તે રકમ લઇ તે જ બાઈકમાં ફરાર પણ થઇ ગયા હતા

પોલીસે લુટ કરાયેલ રોકડ માંથી 10 હજાર રોકડ તેમજ ચોરી કરેલ બાઈક સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો આરોપીની પૂછપરછ કરતા આરોપીઓ વિરુદ્ધ અગાઉ એમપીમાં આર્મ્સ એક્ટ અંતર્ગત 2 ગુના તેમજ લુટના ગુનામાં સંડોવણી હોવાનું ખુલ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW