HomeGujaratમોરબી: મચ્છી પીઠમાં ગેરકાયદે દબાણ પર પાલિકાનું જેસીબી ફર્યું, 25થી વધુ ઓટલા...

મોરબી: મચ્છી પીઠમાં ગેરકાયદે દબાણ પર પાલિકાનું જેસીબી ફર્યું, 25થી વધુ ઓટલા અને દુકાન કેબીન દુર કરી

મોરબી શહેરના મચ્છી પીઠ વિસ્તારમાં રોડ પર આડેધડ દબાણ ખડકાઈ ગયા હોય અને તેના કારણે વાહન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહી ટ્રાફિક જામ સર્જાતું હોવાથી અનેકવાર નાના મોટા અકસ્માતની ફરિયાદ ઉઠી હતી. આહી ખડકાયેલ દબાણ દુર કરવા માંગણી થતા મોરબી પાલિકા દ્વારા 8 દિવસ પહેલા નોટીસ આપવામાં આવી હતી જોકે નોટીસ બાદ પણ આ સ્થળેથી દબાણ દુર ન થતા આજે મોરબી પાલિકા ચીફ ઓફિસર સંદીપસીહ ઝાલા અને તેની ટીમ દ્વારા જિલ્લા પોલીસની ટીમને સાથે રાખી આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 25 જેટલી દુકાનોના ગેરકાયદે રોડ પર ખડકાયેલ ઓટલા અને કાચા ચણતર કામ પર જેસીબી ફેરવી દબાણ દુર કરવામાં આવ્યું છે

મોરબી પાલિકા દ્વારા આ વિસ્તારમાં 8 મહિના પહેલા પણ દબાણ હટાવાયું હતું બાદમાં રોડની કામગીરી હાથ ધરી હતી જોકે ફરી એકવાર દબાણ હટાવાયું હતું

અત્રે ઉલ્લેખનીય શહેરના શનાળા રોડ,અયોધ્યાપુરી રોડ,ગેસ્ટ હાઉસ રોડ, લીલાપર રોડ સહિતના મુખ્ય રોડમાં ટ્રાફિક જામ રહેતા હોય છે અને અહી અનેક સ્થળ પર મોટા દબાણ ખડકી દેવાયા છે જોકે પાલિકા આ દબાણ પર ડીમોલેશન કામગીરી ક્ર્યારે કરશે તેની પણ લોકોની મીટ મંડાયેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW