Thursday, July 4, 2024
HomeGujaratઆ શહેરની 300થી વધુ ઈમારત ફાયર સેફ્ટી વગરની, લોલમલોલ

આ શહેરની 300થી વધુ ઈમારત ફાયર સેફ્ટી વગરની, લોલમલોલ

ભાવનગરમાં ફાયર બ્રિગેડ દ્વારા ઊંઘમાંથી જાગ્યા હોય તેમ સમયાંતરે યાદ આવે ત્યારે એકલદોકલ ને સીલીંગ ની કાર્યવાહી કરે ત્યારબાદ બ્રેક લગાવી દેવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં આજે પણ 342 બિલ્ડિંગો ફાયર સેફટી વિહોણા છે.

કોર્ટમાં હતો મામલો: સરકાર અને ફાયરબ્રિગેડ વિભાગ કોર્ટ કડકાઈ કરે ત્યારે ફાયર સેફટી ના હોય તે બિલ્ડિંગો નથી મારવા નીકળી પડે છે.શૈક્ષણિક સંકુલોને તો કોઈવાર હોસ્પિટલોને તપાસ કરી સીલ મારવાની કામગીરી કરે છે. તાજેતરમાં જ એસેમ્બલી બિલ્ડીંગો પર તરાપ મારી મેરેજ હોલને સીલ માર્યા હતા. પરંતુ ફાયરબ્રિગેડ વિભાગ કન્યા મેરેજ હોલ અને જ્ઞાતિની વાડીઓને ફાયર સેફટી ના અભાવે સીલ મારવાની કાર્યવાહી કરે તે પહેલાં જ રાજકીય દબાણ આવતા કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.

300 થી વધુ ઈમારતમાં અભાવ: રેસીડન્ટ, કોમર્શિયલ, હોટલ રેસ્ટોરન્ટ શૈક્ષણિક સંસ્થાઓ, ઇન્સ્ટિટયૂટ, હોસ્પિટલ, એસેમ્બલી, બેંક પેટ્રોલપંપ સહિતના ફુલ 947 બિલ્ડિંગો છે તે પૈકી ફાયર બ્રિગેડ વિભાગની સતત નોટિસોને કારણે 605 બિલ્ડીંગોએ તો ફાયર NOC મેળવી લીધી છે. પરંતુ હજુ પણ 342 બિલ્ડિંગો ફાયર સેફટી વિહોણી છે. તેઓએ ફાયર NOC પણ મેળવી નથી. સાડા ત્રણસો જેટલી બિલ્ડિંગોમાં ફાયર સેફટીના સાધનોના અભાવ છે.

*154 રેસિડેન્શિયલ બિલ્ડીંગ
*05 હોટેલ રેસ્ટોરન્ટ
*05 શૈક્ષણિક સંસ્થાઓ
*137 બિઝનેસ
*342 કુલ બિલ્ડીંગમાં કોઈ ફાયર સેફ્ટી જ નથી.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW