દેશના મોટાભાગના રાજયોમાં વરસાદનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. મુંબઈમાં મંગળવારે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. રવિવારે સીઝનનો પહેલો ભારે વરસાદ થયો હતો. જયારે સોમવારે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગના અનુસાર મંગળવારે પણ મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ અને થાને ભારે વરસાદ માટે ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વરસાદી એલર્ટ: સ્કાયમેટ વેધર અનુસાર આજે આસામના પશ્ચિમી ભાગો, સિકકીમ, ઉપ હિમાલયી પશ્ર્ચિમ બંગાળ, કેરળના કેટલાક ભાગો, તટીય કર્ણાટક, કોંકણ, ગોવા સહિત મુંબઈ, દક્ષિણ ગુજરાત, પુર્વી રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ઓરિસ્સા, છતીસગઢ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.

આગાહી: હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે.જેનામણીએ જણાવ્યું હતું કે મોન્સુન સામાન્ય રૂપે આગળ વધી રહ્યું છે અને એવી કોઈ સીસ્ટમની કોઈ આગાહી નથી કે જે તેની પ્રગતિને રોકી શકે. મોન્સુન મધ્યપ્રદેશના મોટાભાગના હિસ્સાઓ, પુરું ઓરિસ્સા, ગાંગેય બંગાળ, ઝારખંડ અને બિહારના મોટાભાગના હિસ્સાઓ અને દક્ષિણ- પુર્વ ઉતરપ્રદેશના ભાગો તરફ આગળ વધી રહ્યું છે.

