રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણી પહેલા ત રાજય સરકાર દ્વારા મોટા પાયે વહીવટી વિભાગોમાં અધિકારીઓની બદલી શરૂ કરી દીધી છે. અગાઉ પોલીસ તંત્રમાં ફેરફાર કર્યા બાદ હવે રાજ્યની મોટા ભાગની મામલતદાર કચેરીમાં બદલીનો દૌર શરૂ કરી દીધો છે. અને તેના ભાગરૂપે આજે સરકાર દ્વારા 110 જેટલા મામલતદારની બદલી કરવામાં આવી હતી સાથે સાથે 40 જેટલા નાયબ મામલતદારને મામલતદાર તરીકે બઢતી આપી નવી જગ્યામાં મુકવામાં આવ્યા છે.
મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી તાલુકા મામલતદાર ડી.જે જાડેજાને એડિશનલ ચિટનિશ જૂનાગઢ, માળીયા મામલતદાર ડી.સી પરમારને કોટડા સાંગાણી, મોરબી ચૂંટણી વિભાગના મામલતદાર એચ. ડી. પરસાણીયા, મામલતદાર કલેક્ટર કચેરી મોરબી,ટંકારા તાલુકા મામલતદાર એન.પી શુકલા અને અમરેલીના બાબરામ મામલતદાર તરીકે મુકાયા છે.તો મોરબી તાલુકા ના નવા મામલતદાર તરીકે નિખિલ એચ મહેતાને મુકવામાં આવ્યા છે. આઉપરાંત સાવરકુંડલાના મામલતદાર કુમારી એફ જે માંકડાને મોરબી કલેક્ટ કચેરીમાં મુકાયા છે.વાંકાનેરના નવા મામલતદાર તરીકે યુ. વી વાંકાણીને મુકવામાં આવ્યા છે. ટંકારાના નવા મામલતદાર તરીકે કેતન જી સખીયાને મૂકવામાં આવ્યા છે

