મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં રોડ રસ્તા અને ભૂગર્ભ, પાણી ટ્રાફિક સહિતના તમામ પ્રશ્ન યથાવત રહેતા હોય જેથી સરકારના શહેર વિકાસ અંને ગૃહ નિર્માણ વિભાગે નોટીસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે પાલિકા પ્રમુખ અને ચુંટાયેલ સભ્યો દ્વારા આપખુદ શાહી કરવામાં આવી રહી હોય વિકાસ કામ માટે સરકારની અલગ અલગ યોજના હેઠળ સરકારે અલગ અલગ સમયે કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવી હોવા છતાં કોઈ કામગીરી થઇ રહી નથી પ્રમુખ દ્વારા સતા ઉપરવટ જઈ કર્મચારીની હાજરી બાબતે તેમજ ખોટા નિર્ણય અમલવારી કરાવવાનું દબાણ કરતા હોવા સહિતના કારણો જણાવી તાત્કાલીk ખુલાસો આપવા જણાવ્યું છે અને જો પાલિકા સંતોષકારક ખુલાસો નહી આપે પાલિકાને કશું કરવા નથી તેમ જણાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં ભાજપની ટીકીટ પરથી ઉમેદવારો વીજતા બન્યા હતા બાદમાં પાલિકા પ્રમુખની ચુંટણીમાં સભ્યોએ અચાનક પક્ષસાથે બળવો કરી અપક્ષ ઉમેદવારેને પાલિકા પ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા

