HomeGujaratમાળીયા: સરવડ નજીક અજાણ્યા વાહને છકડાને ઠોકર મારી ફરાર ,6 મુસાફરોને ...

માળીયા: સરવડ નજીક અજાણ્યા વાહને છકડાને ઠોકર મારી ફરાર ,6 મુસાફરોને ઇજા 1 નું મોત


મોરબી જિલ્લાના માળીયા મી.જામનગર હાઇવે પર સરવડ ગામ નજીક બુધવારે વહેલી સવારે એક છકડો રીક્ષા પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ઠોકર મારી હતી. બનાવ માં છકડામાં સવાર રહીમ ઇબ્રાહિમભાઈ(ઉ.વ.26), શહેનાજબેન ઇબ્રાહિમ(ઉ વ.18),શબિરભાઈ જાફરભાઈ(ઉ.વ.30),શાદીક બાવશોભાઈ (ઉ.વ.25) હરજીભાઈ દેશાભાઈ(ઉ.વ.40) અકબરભાઈ હનીફભાઈ (ઉ.વ.32)ને ગંભીર ઇજા પહોંચી હતી તો ઉમરશા પલીનશા નામના 70 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું.
બનાવની જાણ થતાં મોરબી 108ની સીવીલ હોસ્પિટલ લોકેશનના
પાઇલોટ સતીશભાઈ દવે,ઇએમટી અજયભાઈ બારિયા
,માર્કેટિંગ યાર્ડ લોકેશનના પાઇલટ રાહુલ નિનામાં,ઇએમટી ઈકબાલ ચુડેસરા લાલબાગ લોકેશનના પાઇલોટ અલ્પેશભાઈ રામ અને ઇએમટી મનીષ આહીર ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW