આજે બીજા દિવસે પણ રાહુલ ગાંધી EDની સામે હાજર થવાના છે. આ માટે દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
શું કહ્યું પોલીસે? દિલ્હી ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે વિશેષ ટ્રાફિક વ્યવસ્થાને કારણે નવી દિલ્હીમાં ગોલ ડાક ખાના જંક્શન, પટેલ ચોક, વિન્ડસર પ્લેસ, તીન મૂર્તિ, પૃથ્વીરાજ રોડથી આગળ બસોના આગમન પર પ્રતિબંધ રહેશે. આ સાથે ગોલ મેથી જંક્શન, તુઘલક રોડ જંક્શન, ક્લેરિજ જંક્શન, ક્યુ પોઈન્ટ જંક્શન, સુનહરી મસ્જિદ જંક્શન, મૌલાના આઝાદ રોડ જંક્શન અને માન સિંહ રોડ જંક્શનને સવારે 7 થી 12 વાગ્યાની વચ્ચે ટાળવાની સલાહ આપવામાં આવી છે.
Delhi | Additional security forces deployed near Motilal Nehru Marg with Section 144 in CrPC imposed there & other areas.
— ANI (@ANI) June 14, 2022
Congress leaders had yesterday led protests in the wake of the ED probe against party leader Rahul Gandhi in connection with the National Herald case. pic.twitter.com/ZiqxvvJ7sn
આ રહ્યા બીજા રૂટ: મોતીલાલ નેહરુ માર્ગ, અકબર રોડ, જનપથ અને માનસિંહ રોડ પર સવારે 7 થી 12 વાગ્યા સુધી ટાળવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે કહ્યું છે કે, વિશેષ વ્યવસ્થા દ્વારા આ રસ્તાઓ પર ટ્રાફિકની અવરજવરને મંજૂરી આપવામાં આવશે નહીં. તે જ સમયે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બોલાવવાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે.

