HomeGujaratCentral Gujaratઆજે જગન્નાથજીની જળયાત્રા, જાણો આ પાછળનું મહત્વ

આજે જગન્નાથજીની જળયાત્રા, જાણો આ પાછળનું મહત્વ

જગન્નાથ મંદિરેથી સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરા સુધીની જળયાત્રા યોજાય છે. જળયાત્રામાં ભકતોની સાથે સાથે 1 હજારથી વધુ ભગવાનના મોસાળિયાઓ પણ જોડાય છે. જેઓ ભગવાનને મામાના ઘરે લઈ જવા માટે આવે છે.

પવિત્ર દિવસ: પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા એવી જળયાત્રાને ખૂબ ધામધૂમથી ઊજવાય છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપરયુગમાં દ્વારકાધીશ તેમ જ કળીયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે.

મંદિર આવશે યાત્રા: ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોચશે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન આયોજિત કરવામાં આવ્યું છે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા નિજ મંદિરે પરત ફરશે. પછી મહાપૂજા કરાશે. આ યાત્રામાં પણ 108 જેટલા નાના મોટા ઘડા રાખવામાં આવે છે.

આવી છે વાર્તા: જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનનાં “ગજવેશ”નાં શણગારનાં દર્શન થાય છે. ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો અને તે બે મહિના પગપાળ ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો. તેને ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થતા તેને લાગ્યું કે, આ ભગવાન નાં હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો. જ્યારે “જયેષ્ઠાભીષેક” થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં દર્શન થયા. ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW