મોરબી માર્કેટીંગ યાર્ડમાં આર.સી.ટ્રેડીંગ નામથી દુકાન ધરાવતા રમેશભાઇ ચુનિલાલ દેત્રોજા રહે.નીચીમાંડલ તા.મોરબી નું માર્કેટીંગ યાર્ડ ના શેડમાં રાખેલ જીરાની બોરીઓ માથી 39 બોરીમા 117 મણ જીરૂ અજાણ્યાં ઇસમોએ ચોરી કરી લઇ ગયા હતા.જે અંગે મોરબી સીટી એ ડીવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.. આ અંગે પોલીસે તપાસ કરતા પોલીસને બાતમી.મળી હતી.જેમાં જીરૂં ચોરી કરનાર ગેંગ રાજસ્થાની હોવાની હકિકત મળેલ જે સંદર્ભે એક ઇસમ ડુંગરારામ મતારામ સુથાર રહે.કૈકળ તા.સેડવા .બાડમેર વાળો હોવાની હકીકત આધારે એક ટીમ રાજસ્થાન ખાતે તપાસમા મોકલવામાં આવેલ ત્યા જઈ આરોપી ડુંગરારામ ખેતરારામ સુથાર મળી આવતા તેને હસ્તગત કરી મજકુર ઇસમએ ચોરી કરેલ જીરૂ ની બોરીઓનંગ-૧૪ જીરૂ મણ -૪ર કબ્જે કરવામાં આવેલ હતી. દરમિયાન અન્ય આરોપીઓ જેમાં આરોપી જગદીશરામ ગંગારામ ચૌધરી રહેચરનીમજી તા.જી. જી,બાડમેર તથા ચુનારામ રત્નારામ ચૌધરી રહે.

બોલી તા.સેડવા જ બાડમેરા તથા તગારામ નરસીંગરામ સઉ રહે.રાવતસર તા.જી.બાડમેર વાળાઓ હાલમાં મોરબી માર્કેટીંગયાર્ડ માં મજુરી કામ કરતા હોય તેમજ આરોપી જયદીશરામ ગંગારામ ફરીયાદી ની દુકાનમાં કામ કરતો હોય તેમજ આરોપી ડુંગરારામ ખેતારામ સુથાર મોરબી ખાતે ફર્નીચર ન કામ કરતો હોય તેમજ ફરીયાદીની દુકાનમાં કામ કરતો આરોપી જગદીશરામ ગંગારામ માર્કેટીંગયાર્ડમાં જીરૂં કયા પડેલ હોય તે જાણતા હોય જેથી તેની ટીપ્સ આધારે આ જીરૂની ચોરી કરેલ હતી તેમજ મોરબી ખાતે રહેતા આરોપી ડુંગરારામ ખેતરામ ના મકાને પડેલ જીરૂની બોરીઓ ૨૫ જીરૂ મણ ૭૫ મળી ચોરી મા ગયેલ તમામ મુદામાલ રીકવર કરી ડુંગરારામ ખેતારામ સુથાર રહે કેકી ના રોડવા જી બાડમેર જગદીશરામ ગંગારામ ચૌધરી રહે ચરનુચીમજી તા.જી, જી.બાડમેર (૪)ચુનારામ રત્નારામ ચૌધરી રહે.બીલી તા.સેડવા જી.બાડમેર,તગારામ નરસીંગરામ સર્ક રહે.રાવતસર તા.જી.બાડમેરચારેય આરોપીઓને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

