HomeGujaratT20: આફ્રિકા સામે પહેલી જ મેચમાં ભારતની હાર

T20: આફ્રિકા સામે પહેલી જ મેચમાં ભારતની હાર

દક્ષિણ આફ્રીકાએ ભારતને દિલ્હી ટી20 મેચમાં 7 વિકેટથી હરાવી દીધી. આ જીત સથે આફ્રીકાની ટીમે 0-1 વિજય કૂચ કરી છે. સાઉથ આફ્રીકાએ ટોસી જીત્યો અને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડીયાએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 211 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રીકાએ 19.1 ઓવરમાં 3 વિકેટ પર 212 રન બનાવ્યા.

ખરાબ શરૂવાત છતાં જીત, આફ્રીકાની શરૂઆત સારી રહી નહી. ત્રીજી ઓવરમાં જ ભુવનેશ્વર કુમારે ટેંબા બાવુમાને પેવેલિયન મોકલી દીધા હતા. છઠ્ઠી ઓવરમાં ડ્વેન પ્રીટોરિયસને હર્ષલે પેવેલિયન મોકલ્યો. 9મી ઓવરમાં ક્વિટન ડીકોકને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. રસ્સી વાન ડેસ ડુસેન 75 અને ડેવિડ મિલર 64 રન બનાવી અણનમ રહ્યા હતા. ટીમ ઇન્ડીયાની ભૂંડી રીતે ધોલાઇ કરી. આફ્રીકા તરફથી રાસી વાન ડર ડુસેન અને ડેવિડ મિલરે કમાલની બેટીંગ કરી હતી. રાસી વાન ડર ડુસેને અણનમ 75 અને ડેવિડ મિલરે 64 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત પ્રીટોરિયસે 29 અને ડી કોકે 22 રનોની ઇનિંગ રમી.

મોટી નિષ્ફળતા: સાઉથ આફ્રીકા વિરૂદ્ધ એક કાંટાની ટક્કરની મુકાબલામાં ટીમ ઇન્ડીયાને હારનો સામનો કરવો પડ્યો. આફ્રીકાની ટીમે 7 વિકેટે મેચ જીતી છે. ભારતીય ટીમ 211 રન બોર્ડ પર લગાવીને આ મેચને જીતમાં બદલે શકી નહી. ટીમ ઇન્ડીયાના બોલર આ મેચમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW