મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા કથળી હોવાની ફરિયાદ અવાર નવાર ઉઠતી હતી અને તેની સાક્ષી જિલ્લાની ખંઢેર બની ગયેલ 1 પીએચસી અને 18 જેટલા પેટા આરોગ્ય કેન્દ્ર પુરી રહ્યા હતા. આ અંગે ખુદ ભાજપના ચૂંટાયેલ સભ્યોએ અનેકવાર રજુઆત કરી હોવા છતાં પગલાં.લેવતા ન હતા જોકે સરકારે જાણે જાગ્યા ત્યાંથી સવાર તેમ સમજી આ આરોગ્ય કેન્દ્રના નવા બાંધકામના કામને મંજુરી મળવા લાગી છે.રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સિંધાવદર પી.એચ.સી કેન્દ્ર તથા માળીયા(મી.) તાલુકાના મોટા દહિસરા,ભાવપર, કુંતાસી, મોટાભેલા, વાધરવા, વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ, રાજાવડલા, અગાશી પીપળીયા, હળવદ તાલુકાના માલણીયાદ, ગાલાસણ, સુરવદર, જુના દેવળીયા, ટીકર-૧, ટંકારા તાલુકાના સાવડી અને મોરબી તાલુકાના આદરણા, લુટાવદર, ભડીયાદ ઘુનડા(સ)ના પેટા આરોગ્ય કેન્દ્ર ને સરકારમાંથી નવા બાંધકામની મંજુરી આપવામાં આવતા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, અને કારોબારી સમિતિના ચેરમેન જયંતીલાલ ડી. પડસુંબીયા સહિતનાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મંત્રી બ્રીજેશ મેરજા સહિતનાનો આભાર વ્યક્ત કર્યો હતો.

