HomeNationalબાન્દ્રા વેસ્ટમાં બે માળની ઈમારત તૂટી પડી, 22ને ઇજા એકનું મોત

બાન્દ્રા વેસ્ટમાં બે માળની ઈમારત તૂટી પડી, 22ને ઇજા એકનું મોત

મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં મધરાતે મોટી દુર્ઘટના ઘટી છે. રાતે 12.15 વાગ્યાની આસપાસ બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં બુધવારે રાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે એક બે માળની ઈમારત તૂટી પડી. જેના કારણે દોડધામ મચી ગઇ.

22 ને ઇજા: દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જ્યારે 22 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તૂટી પડેલી ઈમારતના કાટમાળમાં અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા છે.ફાયરની ટીમો પહોંચી તે પહેલા કેટલાક લોકોનું રેસ્ક્યૂ કરી લીધુ હતું

બચાવ કામગીરી શરૂ: સ્થાનિક લોકોએ આપેલી જાણકારી મુજબ હજુ કાટમાળમાં બે લોકો ફસાયેલા છે. જેમને રેસ્ક્યૂ કરવાનું કામ ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે. BMC ના જણાવ્યાં મુજબ બાન્દ્રા પશ્ચિમના શાસ્ત્રીનગરમાં જી+2 ઈમારત તૂટી પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું. શરૂઆતમાં કાટમાળમાં ઓછામાં ઓછા 3થી ચાર લોકો ફસાયેલા હોવાની આશંકા હતી બચાવ અભિયાન ચાલુ હતું. બીએમસી દ્વારા કરાયેલી ટ્વીટમાં એમ પણ કહેવાયું હતું કે બાન્દ્રા પશ્ચિમમાં એક જી+2 ઈમારત તૂટી પડી છે. કેટલાક લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. 3-4 લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW