HomeGujaratબેટી નદીના પાણી માટે લેવાયું મોટું પગલું, જાણો આ યોજના

બેટી નદીના પાણી માટે લેવાયું મોટું પગલું, જાણો આ યોજના

રાજકોટ નજીકના હીરાસર એરપોર્ટ પાસે બેટી નદીના પૂલ નજીકના લોકો માટે પાણી સંગ્રહ થઇ શકે તે માટે છેલ્લા કેટલાક સમયથી મીની ડેમ બનાવવાની યોજના પર કામ ચાલું છે.

Noc આપી: એરપોર્ટ ઓથીરીટીના સત્તાવાળાઓે આ ડેમ બનાવવા માટે મંજુરી (એનઓસી) આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ નજીક હીરાસર પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ હજુ શરૂ થયું નથી.

ધારાસભ્યની રજુવાત: અગાઉ આ ડેમ બનાવવા માટે રાજકોટનાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે સરકારમાં દરખાસ્ત કરી હતી. અને જે તે સમયે આ ડેમના નિર્માણ માટે મંજુરી પણ મળી જવા પામી હતી. દરમિયાન અત્રે ઇન્ટરનેશનલ એરપોર્ટનો પ્રોજેક્ટ શરુ થતા આ ડેમ એરપોર્ટ ઓથોરીટીની અંડરમાં આવી જતો હતો.

ડેમની કામગીરીમાં બ્રેક: આથી થોડા સમય માટે આ ડેમ નિર્માણની કામગીરી અટકી જવા પામી હતી. દરમિયાન આ ડેમ નિર્માણ માટે એરપોર્ટ ઓથોરીટી પાસે એનઓસી માંગવામાં આવેલ હતી જે એનઓસી તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરીટીએ આપી દીધું છે.આથી હવે આ ડેમ નિર્માણની કામગીરી ટૂંક સમયમાં ઝડપથી હાથ ધરાઈ તેવા નિર્દેશો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW