રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હારનો ખેલ શરૂ થઇ ગયો છે. હરિયાણા અને રાજસ્થાનમાં ફાળવાયેલી બેઠકો કરતાં વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ બંને રાજ્યોમાં ભાજપે અપક્ષ ઉમેદવારના સમર્થનમાં ઉભા રહીને કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી દીધી છે. આવી સ્થિતિમાં રાજ્યસભા જીતવામાં ગાબડું પડવાની શક્યતાઓ પણ વધી ગઈ છે અને ધારાસભ્યોના ખરીદ-વેચાણને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ‘રિસોર્ટ પોલિટિક્સ’ની રણનીતિ અપનાવી રહી છે

રિસોર્ટ પોલિટિકલ શરૂ: રાજસ્થાનથી રાજ્યસભાની ચોથી બેઠક માટે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરેલા જી ગ્રુપના માલિક સુભાષ ચંદ્રાને ભાજપે ટેકો આપતા કોંગ્રેસ માટે ચિંતા વધી છે. રાજ્યસભાની ત્રણ બેઠકો મેદાનમાં ઉતરેલા જી ગ્રુપના માલિક સુભાષ ચંદ્રાને ભાજપે ટેકો આપતા કોંગ્રેસ માટે ચિંતા વધી છે. રાજ્યસભાની ત્રણ બેઠકો લઈ જશે. બીજી તરફ જયપુરની ક્લાર્ક હોટલમાં કોંગ્રેસની ચાલી રહેલી ટ્રેનિંગ કેમ્પ બાદ ધારાસભ્યોને ઉદયપુર રિસોર્ટમાં લઈ જવામાં આવશે. આ સિવાય જેસલમેરના સૂર્યગઢમાં પણ 40 રૂમ બુક કરવામાં આવ્યા છે. સાથે જ ભાજપ પોતાના ધારાસભ્યોને સુરક્ષિત રાખવા માટે હોટલને પણ વાડ કરશે. આ રીતે માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ભાજપ પણ પોતાના ધારાસભ્યોને ખરીદ-વેચાણથી સુરક્ષિત રાખવા માંગે છે.

હરિયાણાની હાલત: હરિયાણામાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. અને ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. એક બેઠક જીતવા માટે 31 ધારાસભ્યની જરૂર પડે છે. ભાજપ પાસે પોતાના 41 ધારાસભ્યો છે. અને તેના ઉમેદવાર કૃષ્ણલાલ પવાર 31 મત મેળવીને આરામથી જીતી શકે છે. કોંગ્રેસ પાસે પણ 31 ધારાસભ્યો છે.અને અજય માકનને તમામ મત મળે તો જ તે જીતી શકે છે.
રાજસ્થાનની રાજરમત: ભાજપે અપક્ષ સુભાષચંદ્રાને ટેકો આપીને કોંગ્રેસના ત્રીજા ઉમેદવાર માટે સંકટ વધાર્યું છે. રાજ્યમાં જીતવા માટે 41 ધારાસભ્યોના મત જરૂરી છે. આવી સ્થિતીમાં ભાજપ પાસે તેના એક ઉમેદવારને 41 મત આપ્યા પછી 30 મત વધારાના છે. જે અપક્ષ સુભાષચંદ્રાને મળશે. આવી સ્થિતિમાં જો ચંદ્રાને 11 મત મળે તો કોંગ્રેસના ત્રીજા ઉમેદવાર હારી જાય. કોંગ્રેસ પાસે તેના 108 ધારાસભ્યો છે. એટલે કે, તેને વધુ 15ના સમર્થનનો દાવો કરે છે.

