પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ સલાહ આપી છે કે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટી20 ફોર્મેટમાં રમાનારી દ્વિપક્ષીય સીરીઝ ના રમાવી જોઈએ. રવિ શાસ્ત્રીના મત મુજબ ફક્ત વિશ્વ કપ પુરતી જ આવી સીરીઝને સીમિત રાખવી જોઈએ. તેમણે આ વાત ભાત દક્ષિણ આફ્રીકાવચ્ચે રમાનારી 5 મેચોની ટી20 સીરીઝ પહેલાં જણાવી છે. આ સાથે તેમણે એ સલાહ પણ આપી કે, આઈપીએલ વર્ષમાં 2 વખત યોજાવી જોઈએ.

અગાઉ પણ આ વાત મૂકી: ટી20માં ઘણી ક્રિકેટ મેચ રમાતી હોય છે. હું જ્યારે ભારતીય ટીમનો કોચ હતો ત્યારે પણ મેં આ વાત મુકી હતી. આઈપીએલના આગામી 5 વર્ષના મીડિયા અને બ્રોડકાસ્ટ રાઈટ્સ જૂન મહિનામાં વેચવામાં આવશે” એવામાં રવિ શાસ્ત્રીએ આઈપીએલના ભવિષ્ય અંગે કહ્યું કે, “આ ભવિષ્ય છે. આઈપીએલની કુલ 140 મેચોને 70-70 મેચોમાં ભાગ પાડવો જોઈએ અને તેથી તમને આઈપીએલના બે સીઝન જોવા મળી શકે છે”
શક્ય છે: ભારતમાં કંઈ પણ ઓવરડોઝ થતું નથી. મેં બાયો-બબલ બહાર લોકોને જોઈ ચુક્યો છું. કોરોનાથી બહાર આવ્યા બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી હું જોઉં છુ કે, કઈ રીતે કોરોનાની સમીક્ષા કરી છે અને તેઓ કઈ રીતે દરેક પળને માણે છે

