સાયલા તાલુકામાં એસટી બસ સ્ટેન્ડની સુવિધા અને સેવા માટે નેશનલ હાઇ-વે પાસે કરોડોના ખર્ચ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. પરંતુ 109 દિવસમાં હજી સુધી વિદ્યાર્થીઓ માટે કન્સેશન પાસ, સીસીટીવી કે વીજળીની કોઈ સુવિધા જ નથી. જ્યારે રાજકોટ તરફથી માત્ર 24 કલાકમાં 101 એકસપ્રેસ અને લોકલ 25 બસની સુવિધા છે. રાજકોટ તરફ પાછા જવા બસ સ્ટેશનમાં સુવિધા નથી.
વિચિત્ર સિસ્ટમ: એક માત્ર રાજકોટથી અમદાવાદ તરફ જતી માત્ર 55 બસ સુવિધા મળે છે. પરંતુ લીંબડી, અમદાવાદ તરફની આવતી એસટી મુસાફરોને સાયલા સર્કલે ઉતારે છે. તેમને બસ સ્ટેશન રોંગ સાઇડ અને ફોગટનો ફેરો લાગે છે. જેના કારણે રાજકોટ તરફના શહેરોમાં જતા મુસાફરો તડકે સેકાતા જોવા મળે છે. અને સાયલા બસ સ્ટેશન મુસાફર વિહોણું બની રહ્યું છે. બોટાદ, ભાવનગર સહિતની લોકલ 25 બસ રોગ સાઇડમાંથી બસ સ્ટેન્ડ તરફ આવતા મુસાફરોના જીવનું જોખમ વધતું જોવા મળે છે.
બસ પાસમાં પરેશાની: અંદાજીત 1200 વિદ્યાર્થીઓના કન્સેન્સન પાસ જોવા મળે છે પરંતુ નવા બસ સ્ટેશનમાં કમ્પ્યૂટર સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને ચોટીલા, લીંબડી, સુરેન્દ્રનગર પાસ કઢાવવા પડે છે

