HomeGujaratમોરબી: ઐતિહાસિક ઝુલતા પુલનું રીનોવેશન કામ શરુ, રૂ 2 કરોડના ખર્ચે નવીકરણ...

મોરબી: ઐતિહાસિક ઝુલતા પુલનું રીનોવેશન કામ શરુ, રૂ 2 કરોડના ખર્ચે નવીકરણ થશે

મોરબી શહેરની ઐતિહાસીક ઝુલતા પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં હતું. જોકે ઓરેવા ગ્રુપને ફરીથી ઝુલતા પુલનું ફરીથી સંચાલન મળ્યું છે. હાલ આ પુલ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી તેના રીનોવેશનની તાતી જરૂરિયાત ઉભી થઇ છે જેથી ઓરેવા ગ્રુપ દ્વારા ઝૂલતા પુલને ખોલીને ધળમૂળથી રીનોવેશનની કામગીરી અજંતા-ઓરેવા ગ્રુપ દ્વારા શરૂ થઇ ગયેલ છે. મોરબીના લોકો ઐતિહાસિક અને અલોકીક ઝૂલતા પુલનો આનંદ નિરંતર અને લાંબા ગાળા સુધી માણી શકે તે માટે જીન્દાલ એલ્યુમિનિયમ તેમજ હિન્ડાલ્કો (બિરલા ગ્રુપ) જેવી કંપનીનો સંપર્ક કરીને તેમની પાસે ખાસ સ્પેશીયલ ગ્રેડનુ મટીરીયલ તૈયાર કરાવાઈ રહયુ છે.

ઝૂલતાપૂલને વધુ મજબૂત બનાવવા ઓરેવા ગ્રુપ અને ફેબ્રીકેટરની ટીમ દ્વારા આશરે એક મહિના સુધી નિરીક્ષણ અને તેના સ્ટ્રક્ચરનો અભ્યાસ કરવમાં આવ્યો હતો બાદમાં તના આધારે ઈજનેરો દ્વારા યોગ્ય plan તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના રીનોવેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઝુલતાપુલના રીનોવેશનનો અંદાજીત ખર્ચ આશરે બે કરોડ રૂપિયા આવશે. અલગ-અલગ મટિરિયલના બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ઝૂલતા પુલને ખોલી ને રીનોવેશન કરવાની કામગીરી આશરે ૪ થી ૫ માસ ચાલશે અને ત્યાર બાદ ઐતીહાસીક ઝૂલતા પુલને જનતા માટે ફરી ખુલ્લો મુકાશે.તેમ ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખે જણાવ્યુ હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW