HomeGujaratમોરબીના મચ્છુ નદી પર રીવરફ્રન્ટનો સળવળાટ શરુ થયો, રૂ ૨૫.૨૫ કરોડના...

મોરબીના મચ્છુ નદી પર રીવરફ્રન્ટનો સળવળાટ શરુ થયો, રૂ ૨૫.૨૫ કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર થશે

વિધાનસભા ચુંટણી નજીક આવતાની સાથે મોરબીમાં ફરી એકવાર તંત્રને રીવરફ્રન્ટ યાદ આવ્યું હોય તેમ આજે મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં મોરબી પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ચુંટાયેલ સદસ્યો તેમજ રીઝીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર પ્રાંત અધિકારી ચીફ ઓફિસર સહીતના અલગ અલગ વિભાગના અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પાલિકા દ્વારા આગામી પ્રી મોનસુન કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી તેમજ સદસ્યોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા બાદમાં મોરબીશહેરના ડ્રીમ પ્રોજેક્ટ સમાં ઝુલતા પુલ પાસે મચ્છુ નદીની બન્ને સાઈડ 300x 60 મીટરના એરિયામાં રીવર ફ્રન્ટ બનાવવાનો આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ માટે રૂ 17 કરોડ 62 લાખ 37 હજાર 880 થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે આ ઉપરાંત રીવર ફ્રન્ટની બન્ને સાઈડ દરબાર ગઢ લોકો ચાલી શકે તે માટે રૂ 2.88 કરોડના ખર્ચે પાથ વે બનાવવામાં આવશે આ ઉપરાંત મચ્છુ નદી પર મચ્છુ બારીથી મહાપ્રભુજી બેઠકને જોડતા માર્ગ પર રૂ 86.39 લાખના ખર્ચે કોઝવેનું નિર્માણ કરવામાં આવશે આ ઉપરાંત નદી પર મયુર બ્રીજ પાસે પાણી સ્થિર રહી શકે તે માટે ચેકડેમનું પણ નિર્માણ કરવામાં આવશે આ ઉપરાંત અહી મ્યુઝીકલ ફાઉન્ટેન બોટિંગ વ્હીકલ સહીત નાના બાળકો મોટા વડીલો યુવાનો તમામ લોકો લાભ લઈ શકે તેવી વિવિધ રાઇડ્સ પણ મુકવામાં આવશ અને તેના માટે રૂ 2.૨૫ કરોડ ફાળવવામ આવશે આ ઉપરાંત આ લોકેશન પર અન્ય નાના મોટા વિકાસ કામ માટે પણ રૂ 20 લાખની જોગવાઈ કરવામાં આવશે.

આ બેઠકમાં મોરબીની મચ્છુ નદીમાં તૈયાર થનાર રીવર ફ્રન્ટની બ્લુપ્રીન્ટ પણ રજુ કરવામાં આવી હતી જેમાં વરસાદી પાણી તેમજ શહેરમાંથી હાલ જે ભૂગર્ભ ગટરનું પાણી નીકળે છે તેના નિકાલ અને શુદ્ધિકરણ અંગે પણ ચર્ચા કરાઈ હતી


RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW