ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને IPLનું ટાઇટલ જીત્યું હતું. હાર્દિક પ્રથમ વખત IPLની કેપ્ટનશીપ કરી રહ્યો હતો જ્યારે ગુજરાત ટાઇટન્સે પણ આ T20 લીગમાં પોતાની ડેબ્યૂ સીઝન કરી હતી. ખિતાબ જીત્યા બાદ બધાની નજર નવા ‘કેપ્ટન કૂલ’ હાર્દિક પંડ્યા પર હતી.મેચ પછી, જ્યારે હાર્દિક પંડ્યા પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ટીમ હોટેલમાં પાછો ફર્યો, ત્યારે સાથી ખેલાડીઓએ તેના ચહેરા પર કેક લપેટી. ગુજરાત ટાઇટન્સ પોતાની ડેબ્યૂ સિઝનમાં ટાઇટલ જીતનારી બીજી ટીમ બની છે. અગાઉ, રાજસ્થાન રોયલ્સે વર્ષ 2008માં ઉદ્ઘાટન ટૂર્નામેન્ટ જીતી હતી.

ગુજરાત ટાઇટન્સનો કપ્તાન હાર્દિક પંડ્યા ટાઇટલ જીત્યા બાદ એકદમ કૂલ દેખાતો હતો. રાજસ્થાન રોયલ્સ સામે ખાસ જીત નોંધાવ્યા બાદ, ગુજરાત ફ્રેન્ચાઇઝીએ હોટેલમાં કેક કાપીને તેની ઉજવણી કરી હતી. ગુજરાત ટાઇટન્સે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં રાશિદ ખાન અને મોહમ્મદ શમી હાર્દિકના ચહેરા પર કેક લગાવતા જોવા મળી રહ્યા છે.

ટાઈટલ જીત્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કેક કાપી હતી, જેના પર ગુજરાતીમાં ખાસ મેસેજ લખવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં હાર્દિકે આગળથી ટીમનું નેતૃત્વ કર્યું હતું.

હાર્દિક પંડ્યાની ક્રિકેટ કારકિર્દી માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. ઈજા બાદ તેની કારકિર્દી દાવ પર લાગી ગઈ હતી. ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં તે ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તે ટીમની બહાર થઈ ગયો હતો. તેની બોલિંગ ન કરવા બદલ ઘણી ટીકા થઈ હતી.

IPLની 15મી સિઝનમાં હાર્દિક પંડ્યાએ 487 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે 8 વિકેટ પોતાના નામે કરી હતી. હાર્દિકને ફાઇનલમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે આ આઈપીએલમાં 4 અર્ધસદી ફટકારી હતી

