HomeGujaratમોરબીના જર્જરિત ટાઉનહોલનું રૂ 5 કરોડના ખર્ચે કરાશે નવનિર્માણ

મોરબીના જર્જરિત ટાઉનહોલનું રૂ 5 કરોડના ખર્ચે કરાશે નવનિર્માણ

મોરબી શહેરની મધ્યમાં આવેલ મહેન્દ્રસિંહજી ટાઉનહોલ રાજાશાહી સમયમાં બનેલ હતો.રાજાશાહી સમયમાં નાટકો, સરકારી કાર્યક્રમ અને શાળા કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સંસ્થાઓના સન્માન સમારોહ મોટાભાગના કાર્યક્રમ માટે અગત્યનું સ્થાન સધરાવતા આ ટાઉન હોલ શહેરીજનો માટે મહત્વપૂર્ણ રહ્યું છે. રાજશાહી સમયનું બાંધકામ હોય અને અગાઉ પુર, ધરતીકંપ અને અન્ય કુદરતી આફતો વચ્ચે અડીખમ રહેલ ટાઉનહોલ હવે જર્જરીત થઈ ગયો છે. ટાઉનહોલની ઉપરની છત પરથી પોપડા પડવાની સંભાવના છે. મુખ્ય પિલરોમાં પણ પાણી ઉતરતા પિલર નબળા પડી ગયા છે અનેક સ્થળે પીપડા ઊગી નીકળતા દીવાલ પણ નબળી પડી ચુકી છે હાલ ટાઉનહોલ શહેરની જર્જરિત ઇમારતની યાદીમાં સામેલ છે.ઈજનેરના રિપોર્ટ મુજબ ઈમારતનો મોટાભાગનું બાંધકામ નુકશાન પહોંચ્યું છે.જેથી રીનોવેશન શક્ય નથી જેથી પાલિકા દ્વારા હાલના ટાઉનહોલને તોડી પાડી તેમાં રૂ. 5 કરોડના ખર્ચે નવો ટાઉનહોલ બનવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જોકે આ અંગે હજુ કોઈ સતાવાર ઠરાવ થયો નથી જોકે આગામી સામાન્ય સભામાં ઠરાવ કરી મંજૂરી મેડવામાં આવશે અને નવો આધુનિક સુવિધાઓ યુક્ત ટાઉનહોલનું નિર્માણ કરવામાં આવશે. નવા ટાઉનહોલમાં હાલની સરખામણી બેઠક ક્ષમતા વધારવા,સ્ટેજમાં આધુનિક સાધનો,લાઇટ સીસ્ટમ તેમજ સાઉન્ડ સીસ્ટમ લગાવામાં આવશે.જોકે આ ટાઉનહોલ ક્યારે તૂટશે અને ક્યારે નવા ટાઉનહોલનું નિર્માણ કામ થસે તે અંગે કોઈ ચોક્કસ સમય નિર્ધારિત થયો નથી જોકે પાલિકા વહેલી તકે ઠરાવ પાસ કરી ટેન્ડર પ્રકિયા હાથ ધરશે. તેમ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
મોરબી શહેરનો ટાઉનહોલ જૂનો અને જર્જરિત છે સ્ટ્રક્ચર ઇજેનરનો પણ રિપોર્ટ આવી ગયો છે જેમાં છત ક્લોબ્સ થવાની સંભાવના છે. પિલર પણ નબળા પડી ગયા છેઅને દીવાલમાં પણ પીપડાઓના મૂળ અંદર સુધી ઉતરી જતા દીવાલ પણ નબળી થઈ હોવાથી આ ટાઉનહોલને જમીન દોસ્ત કરવામાં આવશે અને સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગતની 2021-22ની ગ્રાન્ટમાંથી નવો આધુનિક ટાઉનહોલ બાંધવામાં આવશે.અને તે અંગે આગામી સમયમાં સામાન્ય સભામાં ઠરાવ કરાશે બાદમાં ટેન્ડર પ્રકિયા પણ હાથ ધરી નવા ટાઉનહોલનું નિર્માણ શરૂ કરાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW