દેશભરમાં આજની યુવા પેઢી પશ્ચિમી સંસ્ક્રુતિના રંગે રંગાઈ ગયું છે જેના કારણે ભારતીય સંસ્કૃતિ વિસરાઈ છે પરિવાર તૂટી રહ્યા છે. બાળકો અને માતાપિતા વચ્ચે સંબંધમાં પ્રેમ અને સન્માનની ભાવના ઘટી રહી છે ત્યારે ભાવી પેઢી ફરી તેમની સંસ્કૃતિની જાણકારી મળે અને આજની નવી પેઢી અને જૂની પેઢી બન્ને વચ્ચે પ્રેમ અને સંબંધનો સેતુ બંધાય તેવા પ્રયાસના ભાગરૂપે તા 29 ના રોજ સવારે 9 કલાકે મોરબીના સેતુબંધ ફાઉન્ડેશનનું માતા-પિતાવંદના -સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોને પરિવાર સાથે હાજર રહેવા સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે ડી બાવરવાએ આમંત્રણ પાઠવ્યું છે

