મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા અલગ અલગ સમાજના જરૂરિયાતમંદ પરિવારને લગ્નમાં બિન જરૂરી ખર્ચ ન થાય તે માટે લગ્ન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજેજેમાં પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા જેમાં નિશાબેન નાગજીભાઈ ભીમાંણીના વિપુલભાઈ વીરજીભાઈ અઘારા સાથે યોજાયા હતા જેમાં મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા ,ટંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાણજીભાઈ વરસડાના તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા વલ્લભભાઈ અધારા ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નમો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા.

