મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લૂંટેરી દુલ્હન એવી નીકળી છે કે તે અત્યાર સુધીમાં 15 જેટલા સાસરિયાઓને લૂંટીને રફુચક્કર થઈ ગઈ છે. સાસરિયાઓને લૂંટ્યા બાદ આ લૂંટારી દુલ્હન ભૂગર્ભમાં જતી હતી.
ક્યારેક પૂજારી બનીને તો ક્યારેક રિયા નામ રાખીને સીમા નામની આ યુવતીએ 15 વરરાજા સાથે લગ્ન કર્યા હતા અને 2-4 દિવસ સાસરિયામાં રહીને કોઈને કોઈ બહાને પિયર જવાનું કહીને નીકળી અને પરત ફરતી નહોતી. ભોપાલ પોલીસે તેની ધરપકડ કરી છે.
લૂંટેરી દુલ્હન: મંડીદીપની પૂજા ઉર્ફે રિયા ઉર્ફે સીમા ખાન અને બુધવાડાની રીના ઉર્ફે સુલતાના ભોપાલની લૂંટારૂ દુલ્હન છે તેણે 25થી વધુ વરરાજા સાથે છેતરપિંડી કરી છે. પુર્જા ઉર્ફે રિયાએ લગભગ 15 લોકો સાથે લગ્ન કર્યા અને સાસરિયાઓને ચકમો આપીને ઘરની બહાર નીકળ્યા બાદ તે પરત ફરી નહોતી. રીના ઉર્ફે સુલતાનાને પણ 4 બાળકો છે અને ત્યારબાદ પણ તે ગેંગ સાથે મળીને એવા લોકોને શોધવાનું કામ કરતી હતી જેના લગ્ન ન હતા થઈ રહ્યા.

જાણો આ કેસ: કાંતા પ્રસાદની પૂજાએ 2 વર્ષ પહેલા દિનેશ પાંડે સાથે લગ્ન થયા હતા. દિનેશ પાંડે સાથે તેનો પરિચય હિંદુ સિંહ નામના વ્યક્તિએ કરવ્યો હતો. દિનેશ કાંતા અને પૂજાના લગ્ન સિહોરમાં કરાવ્યા અને તેણે પોતાના ગામ લઈ ગયો હતો. પરંતુ થોડા દિવસો બાદ પૂજા તેની ભભીના ઓપરેશનના બહાને સાસરિયાના ઘરેથી સામાન લઈને ફરી પરત ફરી નહોતી. જ્યારે પૂજા લાંબા સમય સુધી પરત ન આવી ત્યારે તેણે ઘરમાં જોયું કે તે 2 લાખની કિંમતના દાગીના અને રોકડ લઈ ગઈ હતી.
પોલીસ ફરિયાદ: તેણે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. ત્યારબાદ અન્ય એક વ્યક્તિએ તેની સાથે આવી જ રીતે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરી હતી. હવે પૂજા ઉર્ફે રિયા ઉર્ફે સીમા પોલીસના હાથમાં છે.

