HomeNationalInter NationalUS ના ટેકસાસમાં આવેલી સ્કૂલમાં ફાયરિંગ 18 બાળકોના મોત

US ના ટેકસાસમાં આવેલી સ્કૂલમાં ફાયરિંગ 18 બાળકોના મોત

ટેક્સાસના ઉવાલ્ડે ખાતે પ્રાઈમરી શાળામાં બનેલી ગોળીબારની ઘટનામાં મૃતકઆંક વધીને 21 થઈ ગયો છે. મૃતકોમાં 18 બાળકો સહિત અન્ય 3 લોકોનો સમાવેશ થાય છે.

શું કહ્યું પ્રેસિડેન્ટ એ? રાષ્ટ્રપતિ જો બાઈડને આ ઘટના અંગે ક્ષોભ વ્યક્ત કરતા કહ્યું કે, ‘આજે કેટલાક અભિભાવકો એવા હશે જેઓ પોતાના બાળકોને ફરી કદી નહીં જોઈ શકે. માતા-પિતાઓ જે કદી પહેલા જેવા નહીં રહે. પોતાના બાળકને ગુમાવવું, પોતાના આત્માના એક હિસ્સાને ગુમાવવા સમાન છે. હું સમગ્ર રાષ્ટ્રને અપીલ કરૂં છું કે, તેઓ એમના માટે પ્રાર્થના કરે, તેમના માટે આ અંધકારભર્યા સમયમાં હિંમત આપવાની પ્રાર્થના કરે.’

કોણ છે આ: શૂટરની ઓળખ 18 વર્ષીય સલ્વાડોર રામોસ તરીકેની સામે આવી છે. તે સ્થાનિક અમેરિકી નાગરિક છે. એવી આશંકા છે કે, પહેલા તેણે પોતાના દાદીને ગોળી મારી હતી અને ત્યાર બાદ તે રોબ એલિમેન્ટ્રી શાળાએ પહોંચ્યો હતો. તેના પહેલા તેણે પોતાની ગાડી છોડી હતી. તે પોતાના સાથે એક હેન્ડગન અને સંભવતઃ રાઈફલ લઈને આવ્યો હોવાની આશંકા છે.

500 બાળકોની સ્કૂલ: હુમલાની ઘટના બની તે શાળામાં 500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળા આર્થિકરૂપે વંચિત હોય તેવા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW