ભારતની ટોચની ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા ફરી એક વખત નવા આયામ સર કરવા માટે અને 5જી માટે તૈયાર થવા નવા ભંડોળ એકત્રીકરણ માટે આગળ વધી રહી છે. પ્રમોટર દ્વારા વધુ મૂડી ઉમેરણની સાથે અન્ય સંસાધનો થકી પણ કંપની પૈસા ઉભા કરવાની યોજના બનાવી રહી છે.
75 ટકા હિસ્સો: વોડાફોન પ્રમોટર્સ હાલમાં કંપનીમાં લગભગ 75 ટકા હિસ્સો ધરાવે છે. કેન્દ્ર સરકાર તેના રૂ. 16,000 કરોડનું દેવું ઇક્વિટી ડીલને ઔપચારિક બનાવ્યા પછી આ લગભગ 50 ટકા સુધી ઘટશે. જો કોઈ નવો રોકાણકાર રૂ. 10,000 કરોડની ઈક્વિટીમાં રોકાણ કરે છે, તો તે વોડાફોન આઈડિયાના શેરની વર્તમાન બજાર કિંમત પ્રમાણે કંપનીમાં લગભગ 20 ટકા હિસ્સો હસ્તગત કરશે. આ સંભવિત સોદા બાદ કંપનીમાં પ્રમોટર્સ આદિત્ય બિરલા ગ્રૂપ અને વોડાફોન પીએલસીનો હિસ્સો વધુ ઘટશે.

શું કહે છે CEO: અહેવાલ અનુસાર ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઇડિયા રૂ. 20,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે, જેમાંથી ઇક્વિટી થકી રૂ. 10,000 કરોડના ફંડ રેસિંગનો સમાવેશ થાય છે અને બેંકો પાસેથી નવી લોનનો સમાવેશ પણ થશે તેમ કંપનીના સીઇઓ રવિન્દર ટક્કરે જણાવ્યું હતું.વોડાફોન આઇડિયાના સીઇઓએ જણાવ્યું હતું કે ટેલિકોમ્યુનિકેશન વિભાગે એપ્રિલમાં રૂ. 16,000 કરોડની બેંક ગેરંટી પરત આપતા બેંકો સાથેની વાતચીત વધુ આગળ વધી છે અને તેઓ વધારાની લોન આપવા માટે વધુ ઇચ્છુક બન્યાં છે.
કરોડોનું ફંડ: ગત વર્ષે કંપનીએ લગભગ રૂ. 25,000 કરોડનું ભંડોળ એકત્ર કરવાની દરખાસ્ત મંજૂર કરી હતી કારણ કે વોડાફોનના પ્રમોટર્સે પહેલેથી જ રૂ. 4500 કરોડની નવી ઇક્વિટીનું રોકાણ કર્યું છે. રૂ. 20,000 કરોડના ફંડ રેસિંગમાંથી 50-50% એટલેકે ડેટ અને નવી ઇક્વિટી થકી 10-10,000 કરોડ એકત્ર કરશે.

