HomeGujaratમાળિયા હળવદ હાઈવે પર કાર પલટી જતા યુવકનું મોત

માળિયા હળવદ હાઈવે પર કાર પલટી જતા યુવકનું મોત

મોરબીના ચંદ્રેશનગર વિસ્તારમાં રહેતા નીરજ મહેન્દ્રભાઈ કુંડારિયા નામનો યુવક ગત 16 મે ના રોજ જીજે 36 એસી 3834 નંબરની કારમાં માળિયા હાઈવે પરથી પસાર થતો હતો. તે દરમિયાન રણજીતગઢ ગામના પાટિયા પાસે અચાનક કાર પલટી મારી ગઈ હતી ઘટનામાં નીરજને ગંભીર ઈજા પહોચી હતી જે બાદ તેનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. બનાવ બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હળવદ પોલીસે મૃતક નીરજ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર વધુ તપાસ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે એ એસઆઈ સી.એસ.કડવાતર તપાસ ચલાવી રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW