HomeNationalગિફ્ટ સિટીમાં હવે મુંબઈની આ હોસ્પિટલનું રોકાણ, જાણો કઈ

ગિફ્ટ સિટીમાં હવે મુંબઈની આ હોસ્પિટલનું રોકાણ, જાણો કઈ

ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં હવે મુંબઇ સ્થિત લીલાવતી હોસ્પિટલ શરૂ થઈ રહી છે. આ પ્રોજેક્ટ પાછળ 350 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું છે. સુપર મલ્ટી સ્પેશ્યાલિટી આ હોસ્પિટલનું બાંધકામ આ વર્ષે શરૂ થશે અને ત્રણ વર્ષમાં તે પૂર્ણ કરાશે.

સ્માર્ટ સિટીમાં સ્કૂલ, ક્લબ, હોટલ્સ, રેસિડેન્સિયલ, બિઝનેસ હાઉસિઝ સહિત અનેક સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ગિફ્ટ સિટી પાસે આવેલી સાબરમતી નદીના કિનારે રીવરફ્રન્ટનું કામ પણ શરૂ થવાનું છે. લીલાવતી હોસ્પિટલના ટ્સ્ટને ગિફ્ટ સિટીમાં ચાર લાખ ચોરસફુટ જગ્યા આપવામાં આવી છે. આ હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સની સુવિધા પણ રાખવામાં આવશે. આ હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટીઓ તેમજ તેમના પરિવારજનો દ્વારા ગિફ્ટ સિટીમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW