HomeGujaratCentral Gujaratઆ રીતે પકડાયા મુંબઈ બ્લાસ્ટના આરોપી, અ'વાદના સરદાર નગરમાં રહીને...

આ રીતે પકડાયા મુંબઈ બ્લાસ્ટના આરોપી, અ’વાદના સરદાર નગરમાં રહીને…

ગુજરાત ATSને વર્ષ 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ફરાર 4 આરોપીઓને પકડવામાં મોટી સફળતા મળી છે. ચારેય વોન્ટેડ આરોપીઓની અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે અબુ બકર સહિત 4 લોકો બ્લાસ્ટ પહેલા ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયા હતા. કઈ રીતે પકડાયા આરોપીઓ એ અંગે એક રીપોર્ટ. આ આરોપીઓ બનાવટી પાસપોર્ટ સાથે પકડાયા છે.

આરોપીઓની પહેલા પૂછપરછ કરતા અલગ જ ઓળખ આપતા હતા. પરંતુ વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે આ ચારેય આરોપીઓ 1993 બલાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપી અબુ બકર, સયેદ કુરેશી, મોહમ્મદ સોએબ અને મોહમ્મદ યુસુફ છે. જે છેલ્લા ઘણા વર્ષોથી છુપાતા ફરતા હતા. સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ મિડલ ઈસ્ટ અને બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં વસવાટ કર્યો હતો.

પરંતુ ATSને માહિતી મળી હતી કે 4 શંકાસ્પદ લોકો સરદારનગરમાં છે અને જેની તપાસ કરતા તેની પાસેથી અલગ અલગ નામના નકલી પાસપોર્ટ મળી આવ્યા હતા. જે અંગે ગુજરાત ATS ખાતે એક ગુનો દાખલ કરી તપાસ બાદ અન્ય ખુલાસા સામે આવ્યા છે. આ લોકોમાંથી 3 લોકો બ્લાસ્ટ બાદ એટલે કે વર્ષ 1995 અને એક 2000ની સાલમાં દેશ છોડીને નાસી છૂટ્યા હતા. પાસપોર્ટ માટે નકલી દસ્તાવેજો ક્યાં બનાવ્યા હતા તે અંગે હાલ તો ગુજરાત ATSની ટીમ તપાસ કરી રહી છે.

પરંતુ મુંબઈ CBI થોડા દિવસમાં આ આરોપીઓનો કબ્જો મેળવી વધુ કાર્યવાહી શરૂ કરશે. વર્ષ 1993માં મુંબઈના બ્લાસ્ટ કેસની વાત કરીએ તો આ ઘટનામાં 257 લોકોના મોત થયા હતા. 700 થી વધુ લોકો ઘાયલ થયા હતા. હાલમાં આ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં 100 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. હાલ પકડાયેલ ચારેય આરોપીઓ 8 દિવસના પોલીસ રિમાન્ડમાં છે.

બ્લાસ્ટ પેહલા આ લોકો પાકિસ્તાન ખોટી રીતે જઈ ત્યાં દાઉદ ઇબ્રહીમ અને ISI સાથે એક મિટિંગ કરી હતી અને જેમાં તેમને મિડલ ઈસ્ટમાં મિટિંગ બાદ તે લોકો હથિયાર ચલાવવાનું અને વિસ્ફોટકની ટ્રેનિંગ લઈ પરત ભારત આવીને બ્લાસ્ટમાં સામેલ હતા. મોહમ્મદ ડોસા સ્મગ્લિંગના ધંધામાં હતો અને જેથી તેના સંબંધ દાઉદ સાથે સારા હતા. આરોપી અબુ બકર બ્લાસ્ટ બાદ હથિયારોને સગે વગે પણ કરી દીધેલા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW