હળવદ તાલુકામાં આજે બનેલી ગોજારી ઘટનામાં મૃતકો મૂળ કચ્છ જીલ્લાના રાપર તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના હોવાનું અને જીઆઈડીસી વિસ્તારમાં રહી મજુરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં સૌથી દુખદ વાત એવી સામે આવી છે કે ડાયાભાઇ ભરવાડ અને તેમના પત્ની રાજીબેન તેમજ તેમના ૪ સંતાન હોય જેમાં 2 પુત્ર 2 પુત્રી છે આ લોકો અહી છ મહિનાથી કામ કરતા હતા જોકે પાચ દિવસ પહેલા તેમના વતન રાપર તાલુકાના કુંભારિયા ખાતે ગયા હતા અને હજુ મંગળવારે જ કામ માટે પરત ફર્યા હતા.બુધવારે સવારે ૬ વાગ્યે પતી પત્ની કામમાં ગયા હતા તો બાળકો પણ બાદમાં ત્યાં પહોચી ગયા હતાને બપોરે અચાનક આ દુર્ઘટના બની હતી બનાવ સમયે આશા નામની બાળકી ત્યાં હતી. અને સદનસીબે તેના પગમાં જ ઈજા પહોંચી હતી અને તેનો જીવ બચી ગયો હતો જોકે તેના માતા પિતા અ દુર્ઘટનામ મૃત્યુ પામ્યા હતા. આ સિવાય અન્ય 2 પરિવારના લોકો દીવાલ નીચે દટાઈ જતા તેમના મોત થયા હતા

