HomeNationalઆ વર્ષે ચોમાસું વહેલું શરૂ થશે, આ દિવસે કેરળમાં અમી છાંટણા કરશે

આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થશે, આ દિવસે કેરળમાં અમી છાંટણા કરશે

દેશમાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે કારણ કે તેની ભારતમાં કૃષિ અને અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પાડે છે. હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય તારીખ પહેલા થવાની સંભાવના છે. કેરળમાં ચોમાસું ચાર દિવસની મોડલ એરર સાથે 27 મેના રોજ આવવાની શક્યતા છે.

આઈએમડીએ જણાવ્યું છે કે ગત વર્ષના આંકડાઓથી ખબર પડે છે કે અંડમાન સાગરમાં વરસાદ આવવાની તારીખનું કેરળના મોનસૂનની શરૂઆત સાથે કોઈ લેવા દેવા નથી. ચોમાસાના પવનો પછી બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. એવું માનવામાં આવે છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 22 મેની આસપાસ આંદામાન સમુદ્રમાં આવી શકે છે. IMD એ જણાવ્યું કે ભૂમધ્ય પવનો તીવ્ર થવાની સાથે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો વરસાદ દક્ષિણ આંદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓ અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના ભાગોમાં 15 મેની આસપાસ થવાની સંભાવના છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW