HomeNationalઆ વખતે ચોમાસુ વહેલું આવશે, 1 જૂન સુધીમાં વરસાદ થશે

આ વખતે ચોમાસુ વહેલું આવશે, 1 જૂન સુધીમાં વરસાદ થશે

દેશના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હોળી પછી તુર્ત જ એકાએક પારો ઉંચો જવા લાગ્યો છે સાથે ગરમી અને લૂનો કેર ફેલાઈ રહ્યો છે.

પરંતુ આ આગ ઝરતી ગરમીમાંથી લોકોને જલ્દી રાહત મળી શકશે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આ વર્ષે ચોમાસુ થોડું વહેલું શરૂ થશે તેથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને બંગાળ સહિત કેટલાયે રાજ્યોમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે.હવામાન વિભાગની પુના સ્થિત મુખ્ય લેબોરેટરી દ્વારા લાંબા સમયની નોંધો ઉપરથી તૈયાર કરાયેલા મલ્ટી મોડેલ, એક્સટેન્ડેડ રેન્જ, પ્રિડિક્શન સીસ્ટીમનો ઉપયોગ કરી આ અનુમાન આપ્યું છે.

IITM ના ટોપ એક્સપર્ટે કહ્યું છે કે 5 મેથી 1 જૂન સુધીમાં જે અનુમાન લગાડાયું છે તે પ્રમાણે 20મી મે પછી કોઈ પણ સમયે કેરળના સમુદ્રતટના વિસ્તારમાં ચોમાસુ શરૂ થઈ જશે. કેરળમાં 19મી થી 25 એપ્રિલ વચ્ચે વરસાદ થઈ શકે. આ વર્ષે વહેલો વરસાદ શરૂ થવા સંભવ છે. સામાન્યત: કેરળમાં ચોમાસુ 1લી જૂનથી શરૂ થાય છે અને 15થી 20 જુન સુધીમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ચોમાસુ શરૂ થઈ જાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW