રીઝર્વ બેંક દ્વારા નાના વ્યવહારો સાચવવા રૂા. ૧૦ના સિક્કા અને રૂા. ૫ની ચલણી નોટો બહાર પાડી પરંતુ હાલનાં સમયે ભાવનગરનાં વેપારી આ ચલણ સ્વિકારવા સંમત નથી જો કે આર.બી.આઈ.એ આ મુદ્દે પત્ર પણ કરેલો છે છતાં તેનું પાલન હજુ સુધી થવા પામ્યું નથી.

વેપારી સાથેના નાના વ્યવહારો સાચવવા રૂા. 10ના સિક્કા કે પાંચની નોટો સાનુકુળ રહેતી હોય છે અને રાજ્યનાં અન્ય જિલ્લામાં આ ચલણ ચાલે પણ છે. પરંતુ ભાવનગરનાં વેપારીો દ્વારા અગાઉ રૂા. 10નક્સિક્કાની લેવડ-દેવડ બંધ કર્યા બાદ પાંચની નોટો સ્વિકારવાનું પણ બંધ કરી પોતાની મનમાની ચલાવી રહ્યાં છે. નાના વેપારી મોટા વેપારીનું બહાનુ ધરી રહ્યાં છે. પરંતુ નાના ગ્રાહકોને રૂા. 10ની વસ્તુ ખરીદવા ધરાર મોટી નોટ વટાવવી પડે છે

