અસાનીએ વાવાઝોડું પોતાનો માર્ગ સતત બદલી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં પોતાનો માર્ગ બદલી ઓડીસાના દરિયા કિનારા ને બદલે આંધ્રપ્રદેશ તરફ વળ્યુ છે. મંગળવાર સુધીમાં ઓડિશા અને બંગાળની ખાડી તરફ આગળ વધવાની આશંકા સેવાઈ રહી હતી. હવામાન વિભાગે મંગળવારે આંધ્રપ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે હવે અસાની ઓડીસના બદલે આંધ્રપ્રદેશ રાજ્યમાં તબાહી મચાવી શકે છે. આ પછી આજે રાજ્યમાં એલર્ટ ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
IMDના વૈજ્ઞાનિક, સંજીવ દ્વિવેદીએ જણાવ્યું હતું કે વાવાઝોડું બુધવારે સવાર સુધીમાં કાકીનાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. તે પછી પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે. જેના કારણે આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તોફાનની અસર બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં પણ રહેશે. અહીં 11 થી 13 મે સુધી વરસાદ પડશે, સાથે જ ભારે પવન પણ ફૂંકાશે.
પવન 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે
અસાની વાવાઝોડામાં ભારે વરસાદ સાથે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવી સ્થિતિમાં, અહીં નુકસાન થવાની સંભાવના છે. આ જોતા સ્થાનિક વહીવટીતંત્ર વાવાઝોડા સંબંધિત આફતોથી બચવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.
આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ
IMD અનુસાર, આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ, વિજિયાનગરમ, વિશાખાપટ્ટનમ, પૂર્વ ગોદાવરી, કૃષ્ણા, ગુંટુર અને પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં બુધવારે સવારે 8.30 વાગ્યા સુધી 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે 60 કિમી પ્રતિ કલાકનૂ ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

ઓડિશામાં મોટી દુર્ઘટના ટળી
ઓડિશાના ગંજમ જિલ્લાના છતરપુર પાસે મંગળવારે દરિયામાં પાંચ માછીમારી બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતોમાં તમામ 65 માછીમારો તરીને કિનારે પહોંચ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતુ કે આ ઘટના ત્યારે બની જ્યારે પાંચ માછીમારોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી અને અન્ય ચાર બોટને ટક્કર મારી, જેમાં કુલ 60લોકો સવાર હતા. અકસ્માતમાં તમામ બોટ ડૂબી ગઈ હતી.
આગામી 24 કલાક દરમિયાન હવામાનની સ્થિતિ
સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં એક કે બે સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની સાથે ભારે વરસાદની શક્યતા છે. ગંગા પશ્ચિમ બંગાળ, દરિયાકાંઠાના ઓડિશા, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ કર્ણાટક અને કેરળમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તરપૂર્વ ભારતના બાકીના ભાગો, બિહાર અને ઝારખંડના પૂર્વ ભાગો અને પશ્ચિમ હિમાલયના અલગ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કર્ણાટક, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશની તળેટીમાં હળવો વરસાદ પડી શકે છે.
આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળમાં મધ્યમથી ભારે પવન ફુંકાવાની સંભાવના છે. પવનની ઝડપ 50 થી 60 કિમી પ્રતિ કલાકથી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયાની સ્થિતિ ખરીબ બની રહેશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળશે. દક્ષિણ હરિયાણા, રાજસ્થાનના ભાગો, ગુજરાતના અલગ-અલગ ભાગો, મધ્યપ્રદેશમાં હીટસ્ટ્રોકની સંભાવના છે.

