HomeGujaratપૃથ્વી શો ને અચાનક હોસ્પિટલમાં એડમીટ કરાયો, જાણો કેમ

પૃથ્વી શો ને અચાનક હોસ્પિટલમાં એડમીટ કરાયો, જાણો કેમ

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સમા પ્લેયર પૃથ્વી શૉને તાવ છે. રવિવારે પૃથ્વી શૉએ હોસ્પિટલમાંથી પોતાનો ફોટો શેર કર્યો હતો. પૃથ્વી શૉએ માહિતી આપી છે કે તે તાવમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. પૃથ્વી શૉ છેલ્લી મેચ રમી શક્યો ન હતો અને સ્ટેડિયમ પર પણ પહોંચ્યો ન હતો. હવે જ્યારે રવિવારે જ ટીમની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે મેચ છે, ત્યારે પૃથ્વી શોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

રવિવારે જ દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છે, પરંતુ તે પહેલા જ ટીમમાં કોરોનાનો મામલો સામે આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સનો એક નેટ બોલર કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેને અને તેના રૂમમેટને આઈસોલેટ કરવામાં આવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સમાં ભૂતકાળમાં લગભગ અડધો ડઝન કોરોના કેસ નોંધાયા છે, જેમાં કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સામેલ હતા. જોકે, હવે દરેક તેમાંથી સ્વસ્થ થઈ ગયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW