HomeNationalવરઘોડામાં વાગતા ડીજેથી યુવકનું મોત

વરઘોડામાં વાગતા ડીજેથી યુવકનું મોત

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં વરઘોડામાં વાગતા ડી.જે.ના લાઉડ મ્યૂઝિકના કારણે એક યુવકનું મોત થઈ ગયું. વરઘોડામાં ડી.જે.માં મોટા અવાજ દરમિયાન વીડિયો બનાવતી વખત યુવક ચક્કર ખાઈને નીચે પડી ગયો અને પછી ઉઠી જ ન શક્યો.

ડૉક્ટરોના જણાવ્યા મુજબ ડી.જે.ના લાઉડ મ્યૂઝિકના કારણે તેને હાર્ટ એટેક આવ્યું છે. ઉજ્જૈન પાસે અંબોડિયા ડેમનો રહેવાસી 18 વર્ષીય લાલસિંહ પોતાના મિત્ર વિજયના લગ્નમાં સામેલ થવા માટે તાજપુર ગયો હતો.વિજયનો વરઘોડો ગામમાં નીકળી રહ્યો હતો અને વરઘોડામાં લાલસિંહ પોતાના મિત્રો સાથે ડી.જે. પાછળ નાચી રહ્યો હતો. આ દરમિયાન તે મોબાઈલ પર વીડિયો પણ બનાવી રહ્યો હતો, ત્યારે જ આચનલ ડાન્સ કરતા કરતા લાલસિંહ બેહોશ થઈને જમીન પર પડી ગયો. તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

અહીંથી તેને ઉજ્જૈન રીફર કરી દેવામાં આવ્યો. ડૉક્ટરોએ ઉજ્જૈન પહોંચવા પર તેને મૃત જાહેર કરી દીધો. માંડવી તાલુકાના અરેઠ ગામમાં પણ એક આવી જ ઘટના બની હતી, જ્યાં અચાનક લગ્ન દરમિયાન નાચતા નાચતા વરરાજાને દુઃખાવો ઉપડ્યો અને તેને હૉસ્પિટલે લઈ જવો પડ્યો હતો. સારવાર દરમિયાન વરરાજાનું મોત થઈ જતા, જે ઘરમાં લગ્નના મંડપમાં ખુશી આવી હતી ત્યાં વરરાજાના મોતના કારણે શોકનો માહોલ છવાઈ ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW