રોડ રસ્તા તેમજ બાંધકામમાં વપરાતી ક્વોરી ઉધોગ મોરબી સહીત રાજ્યભરમાં ધમધમે છે જોકે રાજ્ય સરકાર દ્વારા સતત ઉપેક્ષા કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે અચોક્કસ મુદતની હડતાળ ઉતરી ગયા છે મોરબી જીલ્લામાં હાલ 45થી 50 જેટલા કવોરી ઉધોગ ધમધમે છે અને તેમાં 2000 લોકોને રોજગારી મળી રહી છે આ હડતાળથી 2000 મજૂરોની સ્થિતિ કફોડી બની છે.

મોરબી સહીત રાજ્યભરમાં કવોરી ઉધોગકારોએ અલગ અલગ પ્રશ્ન સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે તેઓના પ્રશ્નો વિશે ઉધોગકારોએ જણાવ્યું હતું કે કવોરી ઉધોગના ખાડા માપણીનો પ્રશ્ન ,લીઝ વિના ખાનગી માલિકીની જમીનમાં કવોરી લીઝ વગર ન આપવા,કવોરીઝોન ડીકલેર કરવા,ઇસી અને માઈનીંગ પ્લાન્ટ ગૌણ ખનીજમાં નહી ગણવા,ખાણ ખનીજ અને આરટીઓ જોડાણ અલગ કરવા, મરીન સેન્ડને સરકારી કામોમાં વાપરવી ફરજીયાત કરવી ખનીજકિંત રૂ 350 છે ખુબ વધારે છે

ખરેખર 50 રાખવા માંગ કરી છે.આ બાબતે અગાઉ 5 વર્ષ પહેલા હડતાળ પડી ત્યારે સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી જેથી આંદોલન પાછું ખેચી લેવાયું હતું જોકે આશ્વાસન બાદ તેમની સમસ્યાનો ઉકેલ ન આવતા રાજ્યભરમાં ઉધોગકારો ફરી હડતાળ પર ઉતર્યા છે .

કવોરી ઉધોગ બન્ધ થવાથી કાંકરીની અછત ઉભી થશે અને તેના કારણે રોડ રસ્તા તેમજ બાંધકામ ઉધોગને અસર થશે

