HomeGujaratજૂનાગઢના સાંસદ સામે ભાજપના જ સિનિયર આગેવાનોના આક્ષેપથી ચકચાર

જૂનાગઢના સાંસદ સામે ભાજપના જ સિનિયર આગેવાનોના આક્ષેપથી ચકચાર

જૂનાગઢ જિલ્લા સાવજ દૂધ સંઘની ચૂંટણી આગામી તા. 22 મેના રોજ થવાની છે. ત્યારે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે ભાજપના જ સિનિયર આગેવાનોએ મોરચો શરૂ કર્યો છે. સાંસદ સામે દૂધ સંઘ કબ્જે કરવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. ભાજપના જ સાંસદ સામે ભાજપના જ આગેવાનોના આક્ષેપથી ભારે ચકચાર મચી ગઈ છે.

તારીખ ૨૨મી મેના રોજ સાવજ દૂધ સંઘની ચૂંટણી થવાની છે. સરકારે અગાઉ દૂધ સંઘની ચૂંટણી જાહેર ન કરીને કસ્ટોડિયન કમિટીની નિમણૂંક કરી હતી. જોકે તેની સામે હાઇકોર્ટમાં રિટ થઈ હતી.ત્યારબાદ હાઈકોર્ટે કસ્ટોડિયન કમિટી રદ કરીને તાત્કાલિક ચૂંટણી કરવાનો આદેશ કર્યો હતો. જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઠાકરશીભાઈ જાવિયાએ આક્ષેપ કર્યો હતો કે હાઈકોર્ટના આદેશ મુજબ જૂની મતદાર યાદી મુજબ ચૂંટણી કરવાની હતી.

પરંતુ ખેરા દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ ચૂંટણી અધિકારી ઉમેરી દીધું છે. જો કે હાઈકોર્ટના આદેશનો અનાદર કરી ચૂંટણી અધિકારીએ સાંસદનું નામ ઉમેરતા ભાજપના જ સિનિયર આગેવાનો અને ડેરીના ડીરેકટરોએ તંત્રને રજૂઆત કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW