HomeGujaratગુજરાતમાં રૂ.5.50 કરોડનો ઘાસચારાનો સ્ટોક, પશુ આહારની ચિંતા હળવી

ગુજરાતમાં રૂ.5.50 કરોડનો ઘાસચારાનો સ્ટોક, પશુ આહારની ચિંતા હળવી

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પશુઓને પીવાના પાણી તેમજ ઘાસચારાની તંગી પડે નહીં તે માટે ગુજરાત સરકારે તમામ દ્વાર ખોલી નાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર પાસે હાલ રૂ.5 કરોડ 50 લાખ કી નો ઘાસચારા નો જથ્થો પ્રાપ્ય છે. જ્યારે કચ્છના કેટલાક ગામડાઓમાં પશુઓ માટેનું પાણી સ્થાનિક સોર્સ દ્વારા પુરૂ પાડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં પાણી તેમજ ઘાસચારાની સમસ્યાના નિવારણ અંગેની વિગતો પત્રકાર પરિષદમાં પાણી પુરવઠા મંત્રી ઋષિકેષ પટેલે આપતા કહ્યું હતું કે અબોલ પશુઓની ચિંતા ગુજરાત સરકાર કરી રહી છે.

એટલું જ નહીં ક્યા કેટલી જરૂરીયાત છે તે માટે આયોજનબદ્ધ રીતે ઘાસચારો પૂરો પાડવામાં આવી રહ્યો હોવાનો દાવો કર્યો હતો આ તબક્કે પાણી પુરવઠા મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો કે નાગરિકો ઉપરાંત અબોલ પશુઓના પીવાના પાણીની તંગી નિવારવા સરકારે શું કાર્યવાહી કરી છે ? જેના ઉત્તરમાં ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિએ કચ્છના કેટલાક વિસ્તારોમાં જ્યાં જુથ યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું નથી તેવા વિસ્તારોમાં સ્થાનિક સોર્સથી પાણી પહોંચાડવામાં આવી રહી છે.

જ્યારે બનાસકાંઠા માં પશુઓ માટે તંત્ર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું હોવાનો દાવો પાણી પુરવઠા મંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો આ તબક્કે તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકારે જ્યોતિ યોજના થકી 18 હજાર ગામડાંઓ પૈકી રાજ્યના 14 જિલ્લાઓમાં નલ સે જલ યોજના હેઠળ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને આવનાર ઓક્ટોબર નવેમ્બર 2022 સુધીમાં રાજ્યના પ્રત્યેક જીલ્લાની અંદર જૂથ યોજના દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ બની હોવાનો દાવો કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW