HomeGujaratઓખા-જયપુર ટ્રેનમાં લોકો પાસેથી પૈસા લેતો નકલી ટીટી ઝડપાયો

ઓખા-જયપુર ટ્રેનમાં લોકો પાસેથી પૈસા લેતો નકલી ટીટી ઝડપાયો

જયપુર ઓખા ટ્રેનમાં ટીટીના સ્વાંહમાં વગર ટીકીટે મુસાફરી કરતા મુસાફરો પાસેથી તોડ કરતો બોગસ ટીટી ઝડપાયો છે. રેલવેના કર્મચારીઓએ બોગસ ટીટીને ઝડપીને આરપીએફના હવાલે કરક્યો છે. તેમજ તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે ગત તા. 3ના રોજ રાત્રે લગભગ 01:54 વાગે, RPF સ્ટાફને માહિતી મળી હતી કે ટ્રેન નં 19573 ઓખા-જયપુર એક્સપ્રેસ ના D/1 કોચ નં. WR 014290માં નકલી ટીટીઇ બનીને ટિકિટ તપાસનાર વ્યક્તિ જોવા મળ્યો છે. માહિતી મળતાં જ આરપીએફ-સુરેન્દ્રનગરના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર મનોહરસિંહ ચંદ્રાવતે ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેન જ્યારે સુરેન્દ્રનગર સ્ટેશન પર આવી ત્યારે તેના ડી-1 કોચમાં મુસાફરોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે એક બહારની વ્યક્તિએ મુસાફરોની ટિકિટ ચેક કરી હતી. આજ ટ્રેનમાં સ્પેયરમાં આવી રહેલા રેલવેના મેલ એક્સપ્રેસના ગાર્ડે પરશુરામ કે (હેડ ક્વાર્ટર રાજકોટ) દ્વારા આરપીએફ સ્ટાફને આ બહારની વ્યક્તિ દ્વારા નકલી ટીટીઇ બનીને ટિકિટ ચેક કરવાની માહિતી આપવામાં આવી હતી.

રાજસ્થાનના પાલી મુંદરા જિલ્લાના રહેવાસી આ બહારના વ્યક્તિ આકાશ એચ રાજપુરોહિત (ઉમર 20)ને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર મનોહરસિંહ ચંદ્રાવતે અટકાવ્યો હતો અને સુરેન્દ્રનગર ચોકી પર લાવીને પૂછપરછ કરી નિવેદન નોંધ્યું હતું. પૂછપરછ દરમિયાન, આ બહારના વ્યક્તિએ આર્થિક લાભ માટે ટ્રેનમાં ટિકિટ ચેક કરવાનો ગુનો કબૂલ્યો હતો. જરૂરી કાર્યવાહી કર્યા બાદ નકલી ટીટીઈ તરીકે છેતરપિંડી કરનાર આ વ્યક્તિને જીઆરપી સુરેન્દ્રનગરને હવાલે કરાયો હતો. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર પવનકુમાર શ્રીવાસ્તવ દ્વારા સંબંધિત રેલવે કર્મચારીઓ દ્વારા દાખવવામાં આવેલી તકેદારી અને તત્પરતાની પ્રશંસા કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW