HomeGujaratલોકડાયરામાં જવાહર ચાવડા પર એટલા રૂપિયા ઉડ્યા કે આખેઆખા ઢંકાઈ ગયા

લોકડાયરામાં જવાહર ચાવડા પર એટલા રૂપિયા ઉડ્યા કે આખેઆખા ઢંકાઈ ગયા

લોકડાયરો હોય અને પૈસા ન ઉડે એવું તે કેમ બને? પણ જૂનાગઢના મેંદરડામાં યોજાયેલા લોકડાયરામાં પૈસાનો વરસાદ થયો હતો. એ પણ કોઈ લોક કલાકાર પર નહીં પણ રાજનેતા પર. જવાહર ચાવડા પર એટલા રૂપિયાનો વરસાદ થયો હતો કે, તેઓ આખેઆખા ઢંકાઈ ગયા હતા. ધારાસભ્ય પર પૈસાનો એટલો વરસાદ થયો હતો કે, તેઓ દેખાયા ન હતા. જાણે પૈસાનો ડુંગર બન્યો હોય એવી લાગ્યું હતું.

એટલું જ નહીં કીર્તિદાન અને માયાભાઈ આહીરના લોકડાયરામાં હાજર રહેલા લોકોએ ખિસ્સુ ખોલીને નોટનો વરસાદ કર્યો હતો. આ લોકડાયરામાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા પર નોટનો વરસાદ કરાયો હતો. જવાહર ચાવડાને વચ્ચે બેસાડીને એના પર રૂપિયાની નોટનો વરસાદ કરાયો હતો. ધારાસભ્ય નોટના ઢગલામાં ઢંકાઈ ગયા હતા. ગાયના સંવર્ધન અને સંરક્ષણ માટે આ લોકડાયરાનું આયોજન કરાયું હતું. મેંદરડાના નાજાપુર ખાતે ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ આ લોકડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં કલાકારો કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર સાથે અનેક કલાકાર સંગીતવૃંદ સાજીંદાઓએ જૂનાભજન, દુહા છંદ અને લોકગીતની રમઝટ બોલાવી હતી. મેંદરડા, માણાવદર, વિસાવદર, કેશોદ, માળીયા સહિતના તાલુકાઓમાંથી સંત, મહંતો, ગૌપ્રેમી, રાજકીય આગેવાનો તથા લોકો માણવા માટે આવ્યા હતા.

આ પહેલા ભાવનગરમાં પણ સાયરામ દવેએ લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. અખાત્રીજના દિવસે ભાવનગર શહેરનો 300મો બર્થ ડે હતો. જે માટે કાર્નિવલ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના બોરતળાવ ખાતે કૈલાશ વાટિકમાં ગીત સંગીત, સાહિત્યનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW